ઉત્તર ગુજરાતમાં ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઇકો ગાડીનો અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યનાં મોત
મહેસાણા, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ઉત્તર ગુજરાતમાં ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઇકો ગાડીનો અકસ્માત થયો જેમાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યનાં મોત થયા. ઉત્તર ગુજરાતમાં હાઈવે પર આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હો
ઉત્તર ગુજરાતમાં ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઇકો ગાડીનો અકસ્માત


મહેસાણા, 21 ફેબ્રુઆરી (હિ.સ.) ઉત્તર ગુજરાતમાં ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઇકો ગાડીનો અકસ્માત થયો જેમાં અમદાવાદના એક જ પરિવારના 4 સભ્યનાં મોત થયા.

ઉત્તર ગુજરાતમાં હાઈવે પર આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં એક જ પરિવારના 4 સભ્યના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે.

આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. જ્યારે ગાડીના ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.અકસ્માતમાં મૃતકોના નામ રામલાલ લખાજી કુમાવત,કોમલ મદનલાલ કુમાવત,કૈલાશભાઈ રામલાલ કુમાવત,એક માસૂમ બાળક

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાંતામાં બે બાઈક ટકરાયા, 4નાં મોત:ત્રણના ઘટનાસ્થળે તો એકનું સારવાર દરમિયાન મોત; રસ્તા પર લોહીથી ખરડાયેલા મૃતદેહ જોવા મળ્યા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande