પોરબંદર શહેરમાં બે સ્થળોએ આગ લાગતા ફાયર બ્રિગેડ દોડતું થયું.
પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા શુક્રવારના દિવસે શહેરમાં બનેલી બે આગની ઘટનાઓમાં તાત્કાલિક અને અસરકારક કામગીરી કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, જેના કારણે સંભવિત નુકસાનથી બચાવ થયો હતો.

શહેર નજીક આવેલ રાજવી પાર્ટી પ્લોટ પાછળ ઝાડી-ઝાંખરા અને બાવળના જંગલ વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક ત્રણ ફાયર ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે આશરે સવા બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યો હતો.

અંદાજે 25,000 લીટર પાણીનો ઉપયોગ કરી આગને કાબૂમાં લેવામાં આવી હતી. સમયસરની કામગીરીને કારણે આગ આસપાસના વિસ્તારોમાં ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી, જેના કારણે નજીકની મિલકતો અને વૃક્ષોને થતા નુકસાનથી બચાવ થયો હતો. આ જ દિવસે શહેરમાં આવેલ સેફરોન હોટલના રસોડામાં પણ આગ લાગવાનો બનાવ બન્યો હતો. જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી.આગ પર ઝડપી નિયંત્રણ મેળવતા કોઈ જાનહાનિ કે ગંભીર અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. આ ઘટનામાં રસોડામાં રહેલી કેટલીક સામગ્રીને નુકસાન થયું છે.

સમયસરની કામગીરીને કારણે આગ હોટેલના અન્ય ભાગોમાં ફેલાય તે પહેલાં જ કાબૂમાં આવી ગઈ હતી. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગે જણાવ્યું છે કે ઉનાળાની ઋતુ દરમિયાન સુકા ઝાડી-ઝાંખરા વિસ્તારમાં આગ લાગવાની શક્યતા વધુ રહેતી હોવાથી નાગરિકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ અને વેપારી એકમોએ આગ નિવારક સાધનો કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા અને નિયમિત ચકાસણી કરાવવી અનિવાર્ય છે.ફાયર વિભાગની ત્વરિત અને સંકલિત કામગીરીના પરિણામે બંને સ્થળોએ લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવી નુકસાન ટાળવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande