અમદાવાદ સોલા સિવિલ ખાતે બાળકોને, 1.26 કરોડના ખર્ચે વિનામૂલ્યે નવા કોકલીયર સ્પીચ પ્રોસેસર
- 19 ફેબ્રુઆરીના રોજ સોલા સિવિલ ખાતે એક જ દિવસમાં 46 બાળકોમાં ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત હિયરિંગ એડ ફિટિંગ કેમ્પ સંપન્ન - બાળકો માટે સાંભળવાની ક્ષમતાવર્ધન માટે રાજ્ય સરકારના ખર્ચે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને નવા પ્રોસેસર
અમદાવાદ સોલા સિવિલ ખાતે બાળકોને 1.26 કરોડના ખર્ચે વિનામૂલ્યે નવા કોકલીયર સ્પીચ પ્રોસેસર


- 19 ફેબ્રુઆરીના રોજ સોલા સિવિલ ખાતે એક જ દિવસમાં 46 બાળકોમાં ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત હિયરિંગ એડ ફિટિંગ કેમ્પ સંપન્ન

- બાળકો માટે સાંભળવાની ક્ષમતાવર્ધન માટે રાજ્ય સરકારના ખર્ચે કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બાળકોને નવા પ્રોસેસરનું વિતરણ

અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત સરકાર બાળકોના સર્વાંગી સ્વાસ્થ્ય માટે સતત કાર્યશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ સ્થિત જીએમઈઆરએસ (GMERS) મેડિકલ કોલેજ ખાતે તાજેતરમાં ‘શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) હેઠળ કોકલીયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરના એસેસમેન્ટ અને ફિટિંગ માટેના વિશેષ કેમ્પનું સફળ રીતે યોજાયો હતો.

નોંધનીય છે કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કુલ 1.26 કરોડના ખર્ચે આ સહાય રાજ્યના 46 બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ કાર્યક્રમ દ્વારા જે બાળકોના જૂના સ્પીચ પ્રોસેસર મશીન ટેકનિકલ ખામીને કારણે બગડી ગયા હતા, તેમને અત્યાધુનિક નવા

મશીનો પૂરા પાડીને તેમના જીવનમાં ફરી અવાજની દુનિયા લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એક દિવસીય કેમ્પ દરમિયાન વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુલ 46 જેટલા બાળકોને નવા ‘એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર’નું સફળતાપૂર્વક ફિટિંગ અને મેપિંગ કરવામાં

આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સી.યુ. શાહ મેડિકલ કોલેજ સાથેના કરાર મુજબ જે બાળકોની સર્જરી થઈ હતી, તે પૈકીના કોકલિયર કંપનીના 44 બાળકો અને અન્ય 02 વોક-ઇન બાળકોને આ સેવાનો લાભ મળ્યો છે. ફિટિંગ બાદ નિષ્ણાત ડોક્ટરો દ્વારા દરેક બાળકનું ઓડિયોલોજી અને સ્પીચ એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું, જેથી તેમની સાંભળવાની ક્ષમતામાં થયેલા સુધારાનું સચોટ મૂલ્યાંકન કરી શકાય.

રાજ્ય સરકારની સંવેદનશીલતાના દર્શન કરાવતા આ કેમ્પમાં આવેલા તમામ બાળકો અને તેમના વાલીઓ માટે રહેવા, જમવા તેમજ પરિવહનની સંપૂર્ણ વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા બાળકોને તેમના

નિવાસસ્થાનેથી કાર્યક્રમ સ્થળ સુધી સુરક્ષિત લાવવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પમાં સાવચેતીના ભાગરૂપે ઇમરજન્સી મેડિકલ કિટ અને ઓઆરએસની સુવિધા પણ ઉપલબ્ધ રખાઈ હતી. ફિટિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાલીઓને ડિવાઇસની જાળવણી અને સ્પીચ થેરાપી

અંગે વિશેષ કાઉન્સેલિંગ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય હેઠળ, સરકારી હોસ્પિટલોમાં એકવાર કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાવનાર બાળકોને ભવિષ્યમાં જો પ્રોસેસર બદલવાની જરૂર પડે, તો તેનો સંપૂર્ણ ખર્ચ હવે સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.

આ સેવાયજ્ઞ આરોગ્ય વિભાગ અને ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે સફળતાપૂર્વક પૂર્ણ થયો

છે, જે આગામી સમયમાં શ્રવણશક્તિની ખામી ધરાવતા અન્ય બાળકો માટે પણ આશાનું કિરણ બનશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande