ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
ગીર સોમનાથ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ઈન્ચાર્જ કલેકટર સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઈન્ચાર્જ કલેકટર શ્ર
ગીર સોમનાથ  કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ


ગીર સોમનાથ 21 ફેબ્રુઆરી (હિ.સ.)

જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ઈન્ચાર્જ કલેકટર સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઈન્ચાર્જ કલેકટર શ્રી સ્નેહલ ભાપકરે પડતર બીલો આનુષાંગિક દર મહિને આવકમાંથી બાકી રહેતા નાણાં જમા કરાવવા, જિલ્લામાં જળસંચયના કામો સહિત જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓનું સુનિયોજીત આયોજન થાય એ વિશે ઉપસ્થિત સર્વે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.

જનહિતલક્ષી ફરિયાદોને અગ્રતા આપી ઝડપી ઉકેલ લાવવા પર ખાસ ભાર મૂકતા ઈન્ચાર્જ કલેકટરએ અન્ય વિભાગોને પરસ્પર એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવા તેમજ નાગરિકલક્ષી કાર્યોમાં વિલંબ ન થાય તે માટેની ખાસ સૂચના આપી હતી.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે નાગરિકોની પડતર અરજીના નિકાલ અંગે, કર્મચારીઓના ખાનગી અહેવાલ, સિટિઝન ચાર્ટરશિપ અંતર્ગત અરજીઓ, નિવૃત અધિકારીઓના પેન્શન કેસ, સ્વાગત પોર્ટલ પરની અરજીઓના નિકાલ અને જનપ્રતિનિધિઓના પત્ર વિશે સમયસર વિગતો પૂરી પાડવા તેમજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળેલી રજૂઆતો અંગે નિયમોનુસાર કાર્યવાહી કરવા ઉપસ્થિત સર્વેને માર્ગદર્શિત કર્યા હતાં.

જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચાએ જિલ્લામાં બોર્ડના પરીક્ષાલક્ષી આયોજન અને તમામ કેન્દ્રો પર પરીક્ષાઓ શાંતિપૂર્વક યોજાય એ માટે નોડલ ઓફિસર્સની નિમણૂક, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પી.જી.વી.સી.એલ, સહિતના અન્ય વિભાગો સાથે સંકલન કરી સુનિયોજીત આયોજનને લગતી તૈયારીઓ વિશે રૂપરેખા આપી હતી.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, કે.આર.પરમાર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી, સહિત પી.જી.વી.સી.એલ, જેટકો, માર્ગ અને મકાન, સિંચાઈ, શિક્ષણ, ખેતીવાડી સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande