તપોવન માધ્યમિક શાળા વર્ષ 2025.2026 ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ઓ ની વિદાય સમારોહ અને સન્માન સમારોહ નું આયોજન કરાયું
ગીર સોમનાથ 21 ફેબ્રુઆરી (હિ.સ.) મુ. ખાંભા. સુત્રાપાડા . જિલ્લો. ગીર સોમનાથ. ખાતે આવેલ તપોવન માધ્યમિક શાળા ખાંભા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ અને વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળા એ વર્ષ દરમિય
તપોવન માધ્યમિક શાળા વર્ષ 2025.2026 ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી


ગીર સોમનાથ 21 ફેબ્રુઆરી (હિ.સ.)

મુ. ખાંભા. સુત્રાપાડા . જિલ્લો. ગીર સોમનાથ. ખાતે આવેલ તપોવન માધ્યમિક શાળા ખાંભા ખાતે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ અને વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શાળા એ વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધા માં ભાગ લેનાર વિદ્યાર્થી ઓને પ્રોત્સાહિત કરવા માટે ચિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા રાષ્ટ્ર ના નિર્માણ માટે એક યુવા તરીકે આપડી ફરજો વિશે શાળા ના આચર્યા રાજદીપ સિંહ એ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અને વિદ્યાર્થી ઓ ને તેમના ભવિષ્ય અંગે ની શુભકામના ઓ આપી હતી.વિદ્યાર્થી ઓ માં નીતિ વિષયક અને આદર્શતા અને રાષ્ટ્રીયતા ના ગુણ નો વિકાસ થાય તે માટે શાળા દ્વારા વર્ષ દરમિયાન નૈતિક મૂલ્યસભર વિદ્યાર્થી ઓને આદર્શ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળા દ્વારા વિવિધ કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું હતું..

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande