
પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) સિદ્ધપુરની યુનિવર્સલ પબ્લિક સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિભાગ દ્વારા 21 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘ગ્રાન્ડ પેરન્ટ્સ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરી પેઢીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી આયોજન કરાયેલા આ કાર્યક્રમમાં આશરે 200થી વધુ દાદા-દાદી અને નાના-નાનીએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં નાના ભૂલકાઓએ પરંપરાગત રીતે પોતાના દાદા-દાદી અને નાના-નાનીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. શાળાના પ્રાંગણમાં એકત્ર થયેલા વડીલો પોતાના પૌત્ર-પૌત્રીઓ સાથે વિવિધ મનોરંજક રમતો અને સર્જનાત્મક પ્રવૃત્તિોમાં જોડાયા હતા, જેના કારણે વાતાવરણ આનંદ અને લાગણીઓથી છલકાયું હતું.
આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ, કેમ્પસ ડાયરેક્ટર, આચાર્ય તથા શિક્ષક-સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા સુચારૂ આયોજન અને સન્માનપૂર્ણ વ્યવસ્થાઓ સાથે સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ