વલસાડના વાઘલધરા ખાતે આયુર્વેદ કોલેજમાં આરોગ્ય જાગૃતિ કેમ્પ યોજાયો
વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) વલસાડ તાલુકાના વાઘલધરા ગામ સ્થિત આયુર્વેદ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ
વલસાડના વાઘલધરા ખાતે આયુર્વેદ કોલેજમાં આરોગ્ય જાગૃતિ કેમ્પ યોજાયો


વલસાડ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) વલસાડ તાલુકાના વાઘલધરા ગામ સ્થિત આયુર્વેદ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

કેમ્પ દરમિયાન જિલ્લા રક્તપિત્ત કચેરીના મેડિકલ ઓફિસર ડો. સંજયકુમારે રક્તપિત્ત અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે રોગના ઉદ્ભવ, લક્ષણો અને સારવાર વિશે સમજ આપતા જણાવ્યું કે રક્તપિત્ત નાબૂદી માટે સમાજના દરેક વર્ગે સહયોગ આપવો જરૂરી છે. સાથે જ તેમણે દર્દીઓ પ્રત્યેની ઘૃણા દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ‘નિ-કુષ્ઠ પોર્ટલ’ અંગે પણ માહિતી આપી.

આ ઉપરાંત જિલ્લા મલેરિયા અધિકારી ડો. વિરેન પટેલે મલેરિયા, ચિકનગુનિયા, ડેંગ્યુ અને હાથીપગા (ફાઈલેરીયા) જેવા રોગોના લક્ષણો, સારવાર અને નિવારણ માટે લેવાય તેવી સાવચેતીઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલ તથા આયુર્વેદ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા માટે કોલેજના મેડિકલ ઓફિસર ડો. દિવ્યા પટેલે ખાસ પ્રયત્નો કર્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande