જૂનાગઢમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર SSC અને HSC(વિ.પ્ર./સા.પ્ર.)ની પરીક્ષા સંદર્ભે પ્રતિબંધાત્મીક આદેશો જારી કરાયા
જૂનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર SSC અને HSC(વિ.પ્ર./સા.પ્ર.)ની પરીક્ષા ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્
જૂનાગઢમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક


જૂનાગઢ, 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા યોજાનાર SSC અને HSC(વિ.પ્ર./સા.પ્ર.)ની પરીક્ષા ૨૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૩/૨૦૨૬ સુધી યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ કોઈપણ જાતના ભય વગર શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તથા પરિક્ષા ચોરીને ડામી શકાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એસ.બારડ દ્વારા સવારના ૯-૦૦ થી સાંજના ૦૭-૩૦ કલાક સુધી પરીક્ષા પ્રક્રિયા દરમિયાન નીચે મુજબના કૃત્યોે કરવા પર પ્રતિબંધીત જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. આ પરીક્ષા કેન્દ્રોુની આસપાસ ૧૦૦ મીટર વીસ્તા રનાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્દ્રાની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તાવરમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ –મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાઓવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રરના સંચાલકશ્રીઓ, ખંડ નિરીક્ષકો,વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે. તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીશ્રીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્યાલ છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુહ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવી કે મોબાઇલ ફોન, પેજર, કેલ્ક્યુ લેટર, પુસ્તમક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્થગળમાં લઇ જવા નહીં. અને તેમાં મદદગારી કરવી નહીં. પરીક્ષામાં વિદ્યાર્થી સાદુ કેલ્ક્યુલેટ લઇ જઇ શકશે. પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરનાં અધીકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્તાંરમાં દાખલ થવુ નહીં, કોઇ પણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાન્તી અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્ય્કિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્ય કિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યોકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે અને ગુન્હો સાબિત થયે છ માસની સાદી કેદ અથવા રૂ. ૨૫૦૦ નો દંડ અથવા બંનેની સજા થઈ શકશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande