મહાશિવરાત્રીના મેળામાં જૂનાગઢ વહીવટી તંત્રનું માસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું: બધા જ વાહન પાર્કિંગ ઉપયોગી બન્યા
જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે વાહન પાર્કિંગનું આયોજન અભૂતપૂર્વ રીતે સફળ રહ્યું હતુ. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. સુબોધ ઓડેદરાના માર્ગદર્શન
જૂનાગઢ વહીવટી તંત્રનું માસ્ટર પ્લાનિંગ સફળ રહ્યું: બધા જ વાહન પાર્કિંગ


જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.) જૂનાગઢના ગિરનારની તળેટીમાં યોજાયેલ મહાશિવરાત્રીના મેળામાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે વાહન પાર્કિંગનું આયોજન અભૂતપૂર્વ રીતે સફળ રહ્યું હતુ. જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને એસ.પી. સુબોધ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ રચાયેલી ખાસ પાર્કિંગ સમિતિએ આ પડકારને તકમાં ફેરવ્યો હતો.

જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં યોજાતા મહાશિવરાત્રીના મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વાહન પાર્કિંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા પહેલી વખત અભૂતપૂર્વ વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતુ.

આ અંગે પાર્કિંગ સમિતિના સભ્ય પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ .કે. હુંબલે જણાવ્યું હતું કે,સામાન્ય રીતે લાખોની જનમેદની એકત્ર થનારી હોય ત્યારે વાહન પાર્કિંગ મેનેજમેન્ટનો સૌથી મોટો પડકાર હોય છે. ભાવિકોને નજીકમાં અને સુવિધા સભર પાર્કિંગ મળે એ માટે છેલ્લા દોઢ મહિના થી વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત સંકલનથી ૨૫ જેટલા અધ્યતન પાર્કિંગ સ્થળો તૈયાર કરવામાં આવ્યા હતા. આ સુવ્યવસ્થિત આયોજનના કારણે મેળા દરમિયાન ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે દિશામાં સફળ પ્રયાસ સાબિત થયો છે. વાહન પાર્કિંગની સુચારુ વ્યવસ્થાને ભાવિકોએ આવકાર આપી જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી.

ખાસ કરીને આ વખતે મહાશિવરાત્રી મેળામાં ભાવિકોની વધુ સંખ્યાને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લા નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ અને ડીવાયએસપી હિતેશ ધાંધલીયા એ ખાસ કરીને ખાનગી પાર્કીગ પણ મેળા દરમિયાન મળે એ માટે જરૂરી સંકલન કર્યુ હતુ. તંત્રને મદદરૂપ થવા સંચાલકોએ ખાનગી પાર્કિંગને શ્રદ્ધાળુ માટે નિશુલ્ક આપ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે,શિવરાત્રી મેળા દરમિયાન પાંચ દિવસ દરમિયાન વાહન પાર્કિંગમાં ચોરી વાહનને નુકસાની જેવો કોઈ પણ બનાવ બન્યો નથીપોલીસ વિભાગ દ્વારા પાર્કિંગ સ્થળો ની માહિતી સરળતાથી ભાવિકોને મળી રહે એ માટે ક્ય આર સ્કેનની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. જેનો ૬૦૦૦ થી વધુ ભાવિકોએ લાભ લીધો હતો.

આ પાર્કિંગ વ્યવસ્થા માટે વાહનનો પ્રકાર, ભાવિકોના ઘસારાની ક્ષમતા સહિતની બાબતે ધ્યાનમાં લઈને પાર્કિંગ સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. નાના પાર્કિંગ વિસ્તારમાં પણ હોમગાર્ડ અને જીઆરડી ના જવાનો ની સતત મહેનતથી ક્ષમતા કરતા વધારે વાહનો પણ પાર્ક કરવામાં આવી રહ્યા હતા. તેમજ સુરક્ષિત સગવડતા ભર્યા પાર્કિંગ વ્યવસ્થા ની તૈયારી કરવામાં આવી હતી.પાર્કિંગમાં બેસવાની, પાણીની સીસીટીવી કેમેરા, ટોયલેટ ની સુવિધા હતી. ઉપરાંત રાઉન્ડ ક્લોક પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande