
જુનાગઢ 21 ફેબ્રુઆરી (હિ.સ.)
જૂનાગઢ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસિદ્ધ યાત્રાધામ જુનાગઢ જિલ્લાના ગીરમાં આવેલ કનકેશ્વરી મંદિર ખાતે દર્શનાર્થે જતા મુસાફરોની સુવિધા માટે બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ બસ ધોરાજી-કનકાઈ રૂટ પર વાયા જૂનાગઢ, ખડીયા, બિલખા, મોણપરી, વિસાવદર અને સતાધાર થઈને ચાલશે. વિભાગીય નિયામકવી.બી. ડાંગરે આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી છે.
કનકાઈ મંદિર જવા માટે એસ.ટી. બસનું સમયપત્રક જોઇએ તો બસ ધોરાજીથી સવારે ૮:૩૦ કલાકે,જુનાગઢથી સવારે ૯:૩૦ કલાકે
કનકાઈ પહોંચવાનો સમય: બપોરે ૧૨:૩૦ કલાકે અને આવવામાં
કનકાઈ થી બપોરે ૧૩:૩૦ કલાકે ઉપડશે.
જૂનાગઢ પહોંચવાનો સમય: સાંજે ૧૬:૩૦ કલાકે ધોરાજી પહોંચવાનો સમય સાંજે ૧૭:૩૦ કલાક રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ