
ભાવનગર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)ભાવનગર જિલ્લામાં જુગાર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ રેડ હાથ ધરવામાં આવી હતી. પેટ્રોલિંગ દરમ્યાન એલ.સી.બી. પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે મહુવા તાલુકાના રાણપરડા ગામે હાઇવે ઉપર આવેલ મીના હોટલની બાજુમાં બકાભાઇની વાડીમાં ઓરડીની પાછળ ખુલ્લી જગ્યામાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી ગંજીપત્તાના પાનાં વડે હાથકાંપનો હારજીતનો જુગાર રમી રહ્યા છે.
મળેલ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન પાંચ ઇસમોને ગંજીપત્તાના પાનાં સાથે હાથકાંપનો જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૭,૨૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓમાં મુનેશભાઇ નસરૂભાઇ વસાઇ (ઉ.વ.૨૮, રહે. ગુંદરણા ગામ), સોહીલભાઇ બાબુભાઇ માવાણી (ઉ.વ.૨૪, રહે. ફાતીમા સોસાયટી, મહુવા), મુસ્તાકભાઇ હબીબભાઇ નુરાણી (ઉ.વ.૫૮, રહે. ફાતીમા સોસાયટી, મહુવા), અબ્દુલભાઇ રજાકભાઇ કાળવાતર (ઉ.વ.૩૧, રહે. ફાતીમા સોસાયટી, મહુવા) તથા રિયાઝભાઇ સલીમભાઇ ચારણીયા (ઉ.વ.૩૦, રહે. ફાતીમા સોસાયટી, મહુવા) નો સમાવેશ થાય છે.આ તમામ આરોપીઓ વિરૂદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે જુગાર પ્રતિબંધક ધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે. આવી કામગીરીઓથી સમાજમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પ્રતિબદ્ધ હોવાનું જણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT