સિદ્ધપુરમાં સગીરાનું અપહરણ, પોલીસે કાર્યવાહી શરૂ કરી
પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના એક ગામમાં 13 વર્ષ અને 4 માસની સગીરાનું અપહરણ થયાનું બહાર આવ્યું છે. ગત 8 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 3:30 વાગ્યે સગીરા પોતાના ઘરે હાજર હતી ત્યારે મહેસાણાના ઉંઝાનો રહેવાસી મયંકજી ઠાકોર તેને લલચાવી-ફો
સિદ્ધપુરમાં સગીરાનું અપહરણ, પોલીસે કાર્યવાહી શરૂ કરી


પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના એક ગામમાં 13 વર્ષ અને 4 માસની સગીરાનું અપહરણ થયાનું બહાર આવ્યું છે. ગત 8 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 3:30 વાગ્યે સગીરા પોતાના ઘરે હાજર હતી ત્યારે મહેસાણાના ઉંઝાનો રહેવાસી મયંકજી ઠાકોર તેને લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો.

આ ઘટનાની જાણ થતાં સગીરાના પિતાએ 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સગીરાની શોધખોળ સહિત જરૂરી કાર્યવાહી ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande