“NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ કડોદરા-સુરત રોડ પર રેડ
સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત શહેરમાં નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાનમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. 21 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે મ
“NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ કડોદરા-સુરત રોડ પર રેડ


સુરત, 21 ફેબ્રુઆરી (હિ.સ.) સુરત શહેરમાં નશાના કારોબાર સામે કડક કાર્યવાહી હાથ ધરતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાનમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે.

21 ફેબ્રુઆરી 2026ની મોડી રાત્રે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કડોદરા-સુરત રોડ પર નિયોલ ચેકપોસ્ટ નજીક સાબરગામ ત્રણ રસ્તા પાસે રેડ પાડી હતી. બાતમી મુજબ એક શખ્સ પ્લાસ્ટિકની થેલીમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લઈને ચેકપોસ્ટ તરફ આવવાનો હતો.પોલીસે તરત જ સ્થળ પર વોચ ગોઠવી અને બાતમી મુજબના વર્ણનવાળા શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ કરતાં તેની પાસેથી 13.868 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીને સ્થળ પર જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરી સાથે સુરત પોલીસ દ્વારા નશાના વેપાર વિરુદ્ધ કડક સંદેશ આપવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ આવા અભિયાન વધુ તેજ કરવામાં આવશે

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande