હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં POSH અને જેન્ડર સેન્સિટાઈઝેશન પર ઓરિએન્ટેશન
પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી સભ્યો માટે એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે SETU પ્રોગ્રામ અંતર્ગત “Harmonizi
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં POSH અને જેન્ડર સેન્સિટાઈઝેશન પર ઓરિએન્ટેશન


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં POSH અને જેન્ડર સેન્સિટાઈઝેશન પર ઓરિએન્ટેશન


પાટણ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી સભ્યો માટે એક દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે SETU પ્રોગ્રામ અંતર્ગત “Harmonizing Rights and Health: POSH Act and Nutrition For a Balanced Life” વિષય પર કન્વેન્શન હોલમાં વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.i

કાર્યક્રમમાં કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણી નિવારણ માટેના POSH (Prevention of Sexual Harassment) એક્ટ અંગે વિસ્તૃત કાનૂની માહિતી આપવામાં આવી. સાથે જ જેન્ડર સેન્સિટાઈઝેશન દ્વારા સમાનતા અને સન્માનપૂર્ણ વાતાવરણ નિર્માણની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.

સંતુલિત જીવન માટે પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને આરોગ્ય સાથે અધિકારોનું સંતુલન જળવાય તે દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષિત અને સમાન માહોલ ઊભો કરવા આ કાર્યક્રમ ઉપયોગી સાબિત થયો હતો.

કુલપતિ કે.સી. પોરિયાએ જણાવ્યું કે યુનિવર્સિટી માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરું પાડતી સંસ્થા નથી, પરંતુ સમાનતા અને સંસ્કારનું કેન્દ્ર છે. આ પ્રસંગે કોકિલાબેન પરમાર, ગૌરવ ઠક્કર, ઝરણા પાઠક, એડવોકેટ જ્યોત્સનાબેન નાથ અને યોગેશ પરમાર સહિત યુનિવર્સિટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande