

પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)દિલ્લી ખાતે આયોજીત AI Summit માં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશ ને હાસ્યાસ્પદ કહી ને કોંગ્રેસ અને રાહુલ ગાંધી ની દેશ વિરોધી માનસિકતા ફરી એક વાર છતી થઈ છે.આ દેશ વિરોધી માનસિકતા વાળા રાહુલ ગાંધીના વિરોધ પ્રદર્શન કાર્યક્રમ નુ આયોજન પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન પાસે કરવામાં આવેલ હતું.જેમાં પોરબંદર આગેવાનો એ રાહુલ ગાંધીની નીતિ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો અને પોરબંદર જીલ્લા યુવા ભાજપ દ્વારા - પૂતળા દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા ભાજપના આગેવાનો જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ હર્ષ ગોહેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા સહિત જિલ્લા ભાજપ ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya