


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા નવયુગ હાઈસ્કુલ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના 1,000થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના વિવિધ માધ્યમો દ્વારા ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા.
આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા કૈલાશનાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી., યુ.બી.એચ સિક્યુરિટી પ્રા.લી અને આધાર હાઉસિંગ ફાયનાન્સના નોકરીદાતા/પ્રતિનિધિ હાજર રહ્યા હતા. જેમણે પોતાના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉપસ્થિત ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી.
આ ઔદ્યોગિક ભરતીમેળામાં કુલ ૨૨જ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી તેમની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે 18 રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ ઉપરાંત રોજગાર કચેરીનાં અધિકારી દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya