ટ્રમ્પે 10% વૈશ્વિક ટેરિફ લાદવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી (હિ.સ.): અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે તાત્કાલિક અમલમાં આવશે. હાલના અમેરિકી ટેરિફ ઉપરાંત લાદવામાં આવેલ આ ટેરિફ ભારત સહિત
વ્હાઇટ હાઉસે ટ્રુથસોશિયલ પર શેર કરેલી ટ્રમ્પની પોસ્ટ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી (હિ.સ.): અમેરિકી સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો કાર્યકારી આદેશ જારી કર્યો છે, જે તાત્કાલિક અમલમાં આવશે. હાલના અમેરિકી ટેરિફ ઉપરાંત લાદવામાં આવેલ આ ટેરિફ ભારત સહિત તમામ દેશોને અસર કરશે.

21 ફેબ્રુઆરીના રોજ, અમેરિકી સુપ્રીમ કોર્ટે તાજેતરના ટેરિફને ગેરબંધારણીય જાહેર કર્યા બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાનો કાર્યકારી આદેશ જારી કર્યો. વ્હાઇટ હાઉસે ટ્રુથસોશિયલ પર ટ્રમ્પની પોસ્ટ શેર કરી. જેમાં કહેવામાં આવ્યું કે, રાષ્ટ્રપતિએ તમામ દેશો પર 10% વૈશ્વિક ટેરિફ લાદવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે તાત્કાલિક અમલમાં આવશે.

અમેરિકી સુપ્રીમ કોર્ટે એક દિવસ પહેલા ટ્રમ્પની ટેરિફ નીતિઓને ગેરબંધારણીય જાહેર કરી. ટ્રમ્પે આ ચુકાદાને નિરાશાજનક ગણાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં તેમની દલીલો યોગ્ય રીતે સાંભળવામાં આવી નથી. ટ્રમ્પે કહ્યું કે, તેમને આવા નિર્ણયની અપેક્ષા નહોતી.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande