
ક્વિટો (ઇક્વાડોર), નવી દિલ્હી, 24 ફેબ્રુઆરી (હિ.સ.). દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરના એક ગામમાં લશ્કરી ગણવેશમાં સજ્જ હથિયારધારીઓએ ઓછામાં ઓછા સાત લોકોની હત્યા કરી. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે પશ્ચિમ ઇક્વાડોરના એક ગામમાં બની હતી. ડ્રગ સંબંધિત હિંસાની આ નવીનતમ ઘટના છે.
ધ વોશિંગ્ટન ટાઇમ્સ અનુસાર, ઇક્વાડોર ડ્રગ હિંસાનો સામનો કરી રહ્યું છે. ઇક્વાડોરમાં આવા હુમલા વારંવાર થાય છે. આ હત્યાકાંડ મનાબી ગામમાં થયો હતો. રાષ્ટ્રપતિ ડેનિયલ નોબોઆએ, ડ્રગ વિરોધી કામગીરીની કમાન લશ્કરને સોંપી દીધી છે, પરંતુ તેમ છતાં, હિંસા બંધ થઈ નથી.
પોલીસે જણાવ્યું હતું કે, સોમવારનો હુમલો વહેલી સવારે થયો હતો અને સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં 16 વર્ષનો છોકરો પણ શામેલ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઇક્વાડોર કોકેઇનની હેરાફેરીનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. નોંધનીય છે કે, ઇક્વાડોરની રાજધાની ક્વિટો દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ પર્વતમાળામાં 2,850 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ક્વિટો તેના સારી રીતે સચવાયેલા ઐતિહાસિક જૂના શહેર માટે પ્રખ્યાત છે, જેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ