


પોરબંદર, 21 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદરના ગાયત્રીમંદિર સામે 2500 વાર જેટલી જગ્યામાં થયેલા દબાણ ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ છે.
પોરબંદર શહેર અને તેની આજુ બાજુના વિસ્તારમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરનારા તત્વો સામે લાલ આંખ કરીને વારંવાર નોટીસ આપવા છતાં તેને નહી ગણકારનાર ઇસમો સામે કડક કાર્યવાહીનો આદેશ અપાતા શનિવારે પોરબંદરના ગાયત્રી મંદિર સામે 2500 વાર જેટલી જગ્યામાં થયેલુ ગેરકાયદેસર દબાણ તંત્રએ બુલડોઝર ફેરવીને દૂર કર્યું હતુ જેમાં ગાયત્રીમંદિરથી જ્યુબેલીપુલ તરફ જતા રસ્તે ચામુંડા માતાજીના મંદિર અને શિવજીનું મંદિર ખાડીના કાંઠે પાણીના વહેણ ઉપર બનાવી દેવામાં આવ્યા હતા તેથી તે અંગે મંદિરમાં સેવાપૂજા કરતા બાપુને આધાર પુરાવા રજુ કરવા જણાવાયુ હતુ તેમ છતાં કોઇપણ આધાર પૂરાવા રજુ નહી થતા અંતે તંત્રએ ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે ડીમોલીશન હાથ ધર્યુ હતુ અને મંદિર સહિત ઓરડી અને આજુ બાજુ નુ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયુ હતુ. આ વિસ્તારમાં કુલ 2500 વાર જેટલી જગ્યા ખાલી કરાવીને તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સરકારી જમીન ઉપર દબાણ કરનારાઓ સ્વેચ્છાએ દબાણ હટાવી લે તે જરૂરી છે.અન્યથા તંત્રને વધુ કડક કામગીરી કરવાની ફરજ પડશે તેમ જણાવ્યુ હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya