

અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત ના વિદ્યાર્થીઓ ને રીસર્જ ને સંસોધન ક્ષેત્રે આગવી પહેલ મળી રહે તે માટે યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસીય સીમાઓ ની આગળ 8 મી આતંકરાષ્ટ્રીય કોન્ફરંસ યોજવામાં આવી હતી જેને ઉંઝા ના ધારાસભ્ય કીરીટભાઇ પટેલે ખુલ્લી મુકી હતી અને બહુ વિષયક એકીકરણ દ્વારા સંસોધન તેમજ પુનઃ કલ્પના મલ્ટીસીફ્ટીનરી એકીકરણ ને લઇ આ આતંરરાષ્ટ્રીય પરીષદ યોજવામાં આવી હતી. જેમાં ખાસ કરી ને ગુજરાત ના વિદ્યાર્થીઓ ને ફાયનાનસિયલ કન્ડીશન ને લઇ રીસર્જ ના પાછા પડતાં હોય છે અને તેઓ આગળ વધી શકતાં નથી. જેને લઇ પોતાનું સંસોધન રજુ કરી સર્તક બની શકે ને સફળતા મેળવી શકે તે માટે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ માં 671 થી વધુ રીસર્જ પેપર રજુ કરવામાં આવ્યા હતા. જેમાં 25 જેટલા બેસ્ટ પેપર ના એવોર્ડ એનાયત કરી સન્માનીત કરાયા હતા. હજી આ કાર્યક્રમ બે દિવસ ચાલશે.તેમ મેહુલ મીસ્ત્રી(આયોજક,સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ)વિદ્યાનગર એ જણાવ્યું હતું
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ