બોટાદ જિલ્લામાં યુથ પાર્લામેંટ વક્તવ્ય સ્પર્ધા ૨૦૨૫/૨૬નું આયોજન.
બોટાદ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, બોટાદ દ્વારા જિલ્લાકક્ષાની “યુથ પાર્લામે
વક્તવ્ય સ્પર્ધા


બોટાદ, 21 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, બોટાદ દ્વારા જિલ્લાકક્ષાની “યુથ પાર્લામેંટ” વક્તવ્ય સ્પર્ધા ૨૦૨૫/૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાનો મુખ્ય હેતુ યુવક-યુવતિઓમાં લોકશાહી શાસન વ્યવસ્થાની સમજ વિકસાવવાનો, મતદાનના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો અને ચૂંટણી પ્રણાલીની માહિતી પહોંચાડવાનો છે. યુવા પેઢી દેશનાં લોકતંત્રને મજબૂત બનાવવામાં સક્રિય ભાગ ભજવે તે માટે આ એક ઉત્તમ મંચરૂપ સાબિત થશે. બોટાદ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષની ઉંમરનાં યુવક-યુવતિઓને સ્પર્ધામાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યાં છે. ઇચ્છુક ઉમેદવારો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીમાંથી અરજી ફોર્મ મેળવી શકે છે. અરજી સાથે ઉંમરનાં પુરાવા તરીકે આધાર કાર્ડ અથવા જન્મદાખલો તથા વ્યક્તિગત વિગતો (નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ વગેરે) જોડવાની રહેશે.તૈયાર અરજી એ/એસ-૧૩, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે૯૮૨૪૮૫૪૨૪૨ નંબર પર સંપર્ક કરી શકે છે તેમ બોટાદ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.આ સ્પર્ધા યુવાનોમાં વક્તૃત્વ કળા વિકસાવવા સાથે જ લોકશાહી મૂલ્યો પ્રત્યે જવાબદારીની ભાવના મજબૂત બનાવશે જે રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande