દાંતા તાલુકાના નવાવાસથી જીતપુર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે મોત
અંબાજી/અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં નવાવાસથી જીતપુર રોડ પર ગઈકાલે મોડીરાત્રે બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે મોત થયું છે. દાંતા તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતાના ન
દાંતા તાલુકાના નવાવાસથી જીતપુર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે મોત


અંબાજી/અમદાવાદ,21 ફેબ્રુઆરી (હિ.સ.) બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં નવાવાસથી જીતપુર રોડ પર ગઈકાલે મોડીરાત્રે બે બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે મોત થયું છે. દાંતા તાલુકામાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. દાંતાના નવાવાસથી જીતપુર રોડ વચ્ચે બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

ગઈકાલે મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.આ અકસ્માતમાં કુલ પાંચ લોકો સંડોવાયેલા હતા, જેમાંથી ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

મૃતકોમાં એક રંગપુર, એક ખેરાલુ અને એક થલવાડા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંધારામાં બની હતી, જેના કારણે અકસ્માતની ગંભીરતા વધી હતી.

અકસ્માત જીતપુર ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર અડેરણ તરસંગ ગામ નજીક થયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

માહિતી મળતા જ દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતને પગલે અડેરણ અને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande