ઢીંકવાળી ગમે રહેતા દંપતી અલગ અલગ પ્રકારના સાબુઓનું વેચાણ કરીને મહિને 50.000 રૂપિયા કરતા પણ વધુની આવક મેળવી રહ્યા છે.
બોટાદ,2 ફેબ્રુઆરી (હિ.સ.) હાલના સમયમાં જોઈએ તો લોકો પોતાના ઘરેથી જ નાનો મોટો વ્યવસાય શરૂ કરી નાના મોટા ગૃહ ઉદ્યોગો શરૂ કરીને તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે હાલ જોઈએ તો કેટલાક મહિલાઓ ઘરેથી હાનિકારક કેમિકલ નો ઉપયોગ કર્યા વગર અલગ અલગ પ્રકારના સા
સાબુ નું વેચાણ


બોટાદ,2 ફેબ્રુઆરી (હિ.સ.) હાલના સમયમાં જોઈએ તો લોકો પોતાના ઘરેથી જ નાનો મોટો વ્યવસાય શરૂ કરી નાના મોટા ગૃહ ઉદ્યોગો શરૂ કરીને તેમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે હાલ જોઈએ તો કેટલાક મહિલાઓ ઘરેથી હાનિકારક કેમિકલ નો ઉપયોગ કર્યા વગર અલગ અલગ પ્રકારના સાબુ, શેમ્પૂ, માથાનું તેલ આ ઉપરાંત કેટલાક મહિલાઓ ખાખરા, અથાણા, જેવી અનેક વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે કેટલાક દંપતિઓ પણ આ પ્રકારનો નાનો મોટો વ્યવસાય કરીને સારી એવી આવક મેળવતા થયા છે.

બોટાદ જિલ્લાના ઢીંકવાળી ગામે રહેતા ભાવેશ તલસાણીયા તેમજ તેઓના પત્ની જેવો અગાઉ ખેતી અને હીરા જેવા વ્યવસાય સાથે જોડાયેલા હતા પરંતુ બે વર્ષ પહેલાં તેઓએ હાનિકારક કેમિકલ નો ઉપયોગ કર્યા વગર અલગ અલગ પ્રકારના સાબુઓ, શેમ્પૂ, માથાનું તેલ જેવી વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી શરૂઆતમાં મહિને ત્રણથી ચાર હજાર રૂપિયાની આસપાસ જ વેચાણ થતો હતો પરંતુ ધીરે ધીરે લોકોનો સારો રિસ્પોન્સ મળ્યો અને આજે આ દંપતિ મહિને 50,000 રૂપિયા સુધીનું ટન ઓવર કરી રહ્યા છે ફક્ત આસપાસના શહેરો જ નહીં પરંતુ સુરત,અમદાવાદ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો આ અલગ અલગ વસ્તુઓ મંગાવી રહ્યા છે.

આ અંગે ભાવેશ તલસાણીયાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી હું તેમજ મારી પત્ની બંને આ પ્રકારે અલગ અલગ સાબુ અને શેમ્પુ તેમજ માથા નું તેલ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. લોકોને હાલ છે કેમિકલ વગરની વસ્તુઓ જોઈએ છે તે મુજબ જ અમે આ સાબુ તૈયાર કરી રહ્યા છે. સાબુમાં વપરાતી વસ્તુઓ જેવી કે કેસુડા નો પાવડર, શેમ્પુમાં આમળા પરઠા અને શિકાકાઈ ઘરે પલાળી તેમાંથી શેમ્પુ તૈયાર કરીએ છીએ જેવી તમામ વસ્તુઓ જે અમે જાતે ઉગાડી તેનો ઉપયોગ કરીને જ સાબુઓ તૈયાર કરી રહ્યા છીએ. શરૂઆતમાં લોકોને ઓછો ખ્યાલ હતો પરંતુ ધીરે-ધીરે લોકોને ખ્યાલ આવતો ગયો તેમ અમારી આ તમામ વસ્તુઓને લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે.

સાબુ અમે ગ્લીસરી નો ઉપયોગ કરી તૈયાર કરીએ છીએ તેમાં કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલ નો ઉપયોગ કરવામાં નથી આવતો. સાબુની સાથે સાથે હું માથાનું તેલ પણ તૈયાર કરું છું તેમાં પણ કોઈ પણ પ્રકારના હાનિકારક કેમિકલ નો ઉપયોગ કરવામાં નથી આવતો જેથી લોકો ખૂબ તેની ખરીદી કરી અને ઉપયોગ કરી રહ્યા છે. સાથે સાથે ફેસવોશ અને શેમ્પુ પણ અમે જાતે જ તૈયાર કરી રહ્યા છીએ. અમારી પાસેથી શહેરના લોકો પણ ખરીદી કરી રહ્યા છે. આસપાસ ના શહેર તેમજ ગામ અને સુરત જેવા શહેર સુધી પણ લોકો વસ્તુઓ મંગાવી રહ્યા છે.

શેમ્પુના 200 એમએલ બોટલ ના ભાવ 60 રૂપિયા રહેલો છે. જ્યારે 500 એમએલ ના ભાવ 120 રૂપિયા છે. સાબુના ભાવની વાત કરીએ તો ચંદનના સાબુ 100 ગ્રામના સાબુ ની કિંમત 50 રહેલી છે. આ સિવાય તમામ પ્રકારના ફ્લેવરના જે સાબુ તૈયાર કરીએ છીએ તેના ભાવ 40 રહેલો છે. હાલ આ તમામ વસ્તુઓનું મહિને 50,000 રૂપિયા કરતાં પણ વધુનું વેચાણ થઈ રહ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande