કુતિયાણા ખાતે 'ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત, કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.
પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા કુતિયાણા તાલુકા આઈ.સી.ડી.એસ. (ICDS) કચેરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે ''ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત એક વિશેષ કાયદાકીય
કુતિયાણા ખાતે 'ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.


કુતિયાણા ખાતે 'ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.


કુતિયાણા ખાતે 'ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.


કુતિયાણા ખાતે 'ઘરેલું હિંસા અધિનિયમ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો.


પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર દ્વારા કુતિયાણા તાલુકા આઈ.સી.ડી.એસ. (ICDS) કચેરી ખાતે આંગણવાડી કાર્યકર બહેનો માટે 'ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત એક વિશેષ કાયદાકીય માર્ગદર્શન સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડી કાર્યકર બહેનોને ઘરેલું હિંસા સામેના કાયદાઓથી માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ સમાજમાં છેવાડાની મહિલાઓ સુધી આ જાગૃતિ પહોંચાડી શકે અને પીડિત મહિલાઓને યોગ્ય દિશામાં માર્ગદર્શન અને પરામર્શ પૂરો પાડી શકે. આ સેમિનારનું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારી એચ.બી.ટાઢાંણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

સેમિનારમાં ઉપસ્થિત PBSC ના કાઉન્સેલર હેતલબેન પંડ્યા દ્વારા મહિલાઓ માટેના સહાય કેન્દ્રની કામગીરી, પોલીસ સહાય, મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને પ્રી-મેરેજ કાઉન્સેલિંગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેસવર્કર કિરણબેન દ્વારા હિંસાનો ભોગ બનેલી મહિલાઓ અને બાળાઓને એક જ સ્થળે મળતી કાયદાકીય સહાય, આશ્રય અને સુરક્ષા વિશે માર્ગદર્શન અપાયું હતું, તેમજ 181 અભયમ હેલ્પલાઈનની ઉપયોગીતા વિશે પણ બહેનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મહિલા સશક્તિકરણને વેગ આપવા માટે ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડીનેટર સંધ્યાબેન જોષી દ્વારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, બેટી બચાવો બેટી પઢાવો અને બાલિકા પંચાયત જેવી મહિલાલક્ષી યોજનાઓ વિશે ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, ચિરાગભાઈ દવે તથા સૌરભભાઈ મારુ દ્વારા સરકારની મહત્વકાંક્ષી 'વહાલી દીકરી યોજના' ના અમલીકરણ વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી.

કાર્યક્રમના મુખ્ય વિષય પર પ્રકાશ પાડતા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી પી.પી. જાદવે “ઘરેલુ હિંસા અધિનિયમ-2005” વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાયદો મહિલાઓને શારીરિક, માનસિક, આર્થિક કે ભાવનાત્મક હિંસા સામે સુરક્ષા અને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યો છે. આ સેમિનારમાં કુતિયાણા તાલુકાના સી.ડી.પી.ઓ. શિલ્પાબેન બાપોદરા, મુખ્ય સેવિકાઓ અને વિવિધ ગામોની 100 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહી હતી, જેમને કાયદાકીય માહિતી ધરાવતી કીટ (જ્યુટ બેગ), પેમ્પલેટ અને અલ્પાહાર પૂરો પાડવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande