ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઈ.
બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ટીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો સંકલ્પ લઈને ચાલી રહેલા ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા બોટાદ જિલ્લોના ભીમનાથ ખાતે આવેલ
ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં સમીક્ષા બેઠક યોજાઈ.


બોટાદ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) ટીબીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનો સંકલ્પ લઈને ચાલી રહેલા ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે જિલ્લા ક્ષય અધિકારી દ્વારા બોટાદ જિલ્લોના ભીમનાથ ખાતે આવેલ PHC ખાતે આરોગ્ય સ્ટાફ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી

.આ બેઠક દરમિયાન તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલી ટીબી શોધ, નિદાન અને સારવાર સંબંધિત કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. શંકાસ્પદ દર્દીઓની ઓળખ, સમયસર તપાસ, નિ:શુલ્ક દવાઓની ઉપલબ્ધતા તેમજ સારવાર પૂર્ણતા દર અંગે ચર્ચા કરવામાં આવી. જિલ્લા ક્ષય અધિકારીશ્રીએ સ્ટાફને સૂચના આપી કે દરેક દર્દી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને કોઈ પણ દર્દી સારવારથી વંચિત ન રહે.બેઠકમાં “ટીબી મુક્ત પંચાયત” અભિયાન અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી. ગામ સ્તરે જનજાગૃતિ વધારવા, સરપંચ અને ગ્રામજનોને જોડવા, તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરઆંગણે સર્વે કરી ટીબીના લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.

આરોગ્ય વિભાગના કર્મચારીઓને ટીમવર્કથી કાર્ય કરી ગામને ટીબી મુક્ત બનાવવા અનુરોધ કરવામાં આવ્યો.ત્યારબાદ જિલ્લા ક્ષય અધિકારીશ્રીએ રાણપરી ગામે ખાનગી ક્ષેત્રમાં સારવાર લઈ રહેલા ટીબી દર્દીની મુલાકાત લીધી. દર્દીની દવાઓની નિયમિતતા, પોષણ સહાય અને સારવાર પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા જિલ્લા આરોગ્ય તંત્રની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande