સમી-રાધનપુર હાઈવે પર ઈક્કો કાર અને રીક્ષા વચ્ચે, ગંભીર અકસ્માત સર્જાયો
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)સમી-રાધનપુર હાઈવે પર વરાણા બસ સ્ટેન્ડ પાસે ઈક્કો કાર અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, બસ સ્ટેન્ડ નજીક ઉભેલી ઈક્કો કારને રીક્ષા ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી, જેના કારણે રીક્ષા પલટી મારી ગઈ હતી.
સમી-રાધનપુર હાઈવે પર ઈક્કો કાર અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો

આ અકસ્માતમાં રીક્ષામાં સવાર બે વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે ઈક્કો કારના માલિકને ભારે નુકસાન થયું છે. સદનસીબે, કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી.

અકસાન બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટના બનતાની સાથે જ રીક્ષા ચાલક પોતાની રીક્ષા લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, અને આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande