


અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હાલ લગ્નસરા ની સીઝન નો અંતીમ તબક્કે ચાલી રહ્યો છે. ને આવતી કાલ થી હોળાસ્ટક બેસતા હોવાથી વધુ માં વધુ લગ્નો ના પ્રસંગ આજે જોવા મળ્યા હતા. ખાસ કરી ને અનેક સમાજ માં ઓછા ખર્ચે મજબુત સંગઠન માટે સમુહ લગ્નોત્સવ યોજાતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે સૌ પ્રથમ વખત વાલ્મીકી સમાજે પણ અગીયાર યુગલો ના જોળા સાથે પહેલી વાર સમુહ લગ્નોત્સવ યોજયો હતો. જેમાં એક સાથે 11 વરઘોડીયા બગી માં લગ્ન સ્થળે પહોંચ્યા હતા ને હિન્દુ સાશ્ત્રોક્ત વિધી પ્રમાણે સૌઆ ના એક સમાન વિધી સાથે લગ્ન ગ્રંથી થી જોડાયા હતા. ખાસ કરી ને વાલ્મીકી સમાજ ગરીબ અને તરછોડાયેલો સમાજ માનવામાં આવે છે. ને ક્યાંક તેમાં પણ મોટા ખર્ચાઓ તો ક્યાંક ગરીબ દિકરીઓ ખર્ચા ના અભાવે આવા પ્રસંગે થી વંચીત રહી ન જાય તે માટે અંબાજી વાલ્મીકી સમાજે એક માત્ર વાલ્મીકી સમાજ જ નહી પણ અઢારે આલમ તમામ સમાજ ના આર્થીક સહયોગ ને ઘર વખરી ની સામગ્રી નું દાન પુન્ય મેળવી લગ્ન નો પ્રસંગ કર્યો હતો.ને 11 નવદંપતીઓ ને જરૂરીયાત ની ઘર ની તમામ સામગ્રી અર્પણ કરાઇ હતી ને વાલ્મીકી સમાજ ના આયોજકો દ્વારા અન્ય સમાજ ને પણ આ પ્રસંગ ની સીખ લઇ સમાજ માં ઓછા ખર્ચે ને ગરીબો ના પણ લગ્ન પ્રસંગો સમુહ માં સારી રીતે યોજાયે તેવા આયોજન કરવાં અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ