અંબાજી જંગલ વિસ્તારમાં આગની ઘટના, અનેક ઝાડ બળીને ખાક,સ્થાનિક લોકોએ આગ બુજાવના કર્યા પ્રયાસ
અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હાલ તબક્કે જે રીતે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વેજ અંબાજી પંથકમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે અંબાજીના ગબ્બર તરફ જતા ગબ્બર સર્કલ ઉપર હનુમાન ટેકરી પાછળના ભાગના વિસ્તારના જંગલમાં એકાએક આગ ભડકી હોવાની ઘટન
AMBAJI NA JANGAL MA AAG NI GHATNA


AMBAJI NA JANGAL MA AAG NI GHATNA


AMBAJI NA JANGAL MA AAG NI GHATNA


AMBAJI NA JANGAL MA AAG NI GHATNA


અંબાજી, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હાલ તબક્કે જે રીતે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વેજ અંબાજી પંથકમાં જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે અંબાજીના ગબ્બર તરફ જતા ગબ્બર સર્કલ ઉપર હનુમાન ટેકરી પાછળના ભાગના વિસ્તારના જંગલમાં એકાએક આગ ભડકી હોવાની ઘટના સામે આવી છે જોકે આગ લાગતા ધુમાડાના ગોટાગોટા દૂર સુધી જોવા મળ્યા હતા જે જોઈએ આસપાસના લોકો પણ ઝાડી ઝાંખરા લઈને આ જંગલમાં લાગેલી આગને બુજાવાના પ્રયાસ કર્યા હતા જોકે આ લાગેલી આગના પગલે ફાયર ફાઈટર પણ મંદિર ટ્રસ્ટનું ઘટના સ્થળે પહોંચ્યું હતું પણ પાણીની પાઇપ ટૂંકી પડી જતા તે પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું હતું છતાં આગ બુજાવાના પ્રયાસો કર્યા હતા.

જોકે આજે અંબાજીના જંગલ વિસ્તારમાં લાગેલી આગ જોતા કોઈ મોટા ઝાડ ન હોવાથી કોઈ મોટી નુકસાની નથી પણ નાના અનેક ઝાડ બળીને ખાત થવા પામ્યા હતા જોકે આ કયા કારણોસર લાગી છે તેનું હજી સુધી કોઈ પણ જાતનો કારણ જાણવા મળેલ નથી તેમજ કોઈ મોટી જાનહાનિના પણ કોઈ સમાચાર જાણવા મળેલ નથી પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે આગ લાગી હતી અને જ્યાં સુધી સ્થાનિક લોકો આગ બુજાના પ્રયાસ હાથ ધર્યા હતા ત્યારે કોઈપણ જાતના જંગલ વન વિભાગના કર્મચારી જોવા મળ્યા ન હતા અને છેવટે આગને કાબુમાં લેવાઈ હતી. હાલ તબક્કે જે રીતે આગ લાગવાની ઘટના બની છે જે ઉનાળાની શરૂઆત છે ત્યારે આગામી સમયમાં વધુ આવી નાની મોટી આગ લાગવાની ઘટનાઓ બની શકે તેમ લાગી રહ્યું છે ત્યારે વન વિભાગ એ પણ જંગલમાં લાગતી આગને લઈ સતર્ક કહેવાની જરૂર છે અને બને ત્યાં સુધી જંગલના ઊંડાણ સુધી પાણી પહોંચે તેવી પણ વ્યવસ્થા કરવાની જરૂરિયાત જણાઈ રહી છે

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande