
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણના શિહોરી ત્રણ રસ્તા ખાતે સમાલ ગોળ રોહિત સમાજ દ્વારા આગામી સમયમાં યોજાનાર સમૂહ લગ્નને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આયોજનને સુચારુ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકનું અધ્યક્ષસ્થાન સમૂહ લગ્નના અધ્યક્ષ તથા ભાજપ પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક પરમાર (બેપાદર) એ સંભાળ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ સમૂહ લગ્નના આયોજન અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.
આ બેઠકમાં સમિતિના મહામંત્રી જયેશભાઈ નગરીયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ જયંતીભાઈ, સંસ્થાના પ્રમુખ રામજીભાઈ મિસ્ત્રી, મહામંત્રી મોહનભાઈ, રમેશભાઈ ધારવા સહિત સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન સફળ બને તે માટે સહકાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ