પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતોને, આઈ-ખેડૂત પોર્ટલ પર બિલો અપલોડ કરવા અપીલ.
પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના જે ખેડૂત ખાતેદારોએ નાણાકીય વર્ષ 2025- 26 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર અરજી કરેલ હોય અને નાયબ બાગાયત નિયામક કચેરી, પોરબંદર દ્વારા જેમને પૂર્વ મંજૂરી
પોરબંદર જિલ્લાના બાગાયત ખેડૂતોને, આઈ-ખેડૂત પોર્ટલ પર બિલો અપલોડ કરવા અપીલ.


પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના જે ખેડૂત ખાતેદારોએ નાણાકીય વર્ષ 2025- 26 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંતર્ગત આઈ-ખેડૂત (i-Khedut) પોર્ટલ પર અરજી કરેલ હોય અને નાયબ બાગાયત નિયામક કચેરી, પોરબંદર દ્વારા જેમને પૂર્વ મંજૂરી આપવામાં આવી હોય, તેવા તમામ અરજદારોએ તાત્કાલિક ધોરણે જરૂરી સાધનિક કાગળો આઈ-ખેડૂત પોર્ટલ પર પોતાના લોગિન આઈડી પર અપલોડ કરવાના રહેશે.આ કાગળોમાં અરજીની સહીવાળી નકલ, બેંક પાસબુક, આધારકાર્ડ, ખરીદીના અસલ બિલો તેમજ અરજદારનો વાવેતર અથવા સાધન સાથેનો રેખાંશ-અક્ષાંસ (Geo-tag) વાળો ફોટો સામેલ હોવો અનિવાર્ય છે.

આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ 10 માર્ચ નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા વીતી ગયા બાદ પોર્ટલ પર બિલો અપલોડ થઈ શકશે નહીં અને પૂર્વ મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે. વધુ વિગત કે માર્ગદર્શન માટે ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફિસ નં-20, જિલ્લા સેવા સદન-2, સાંદીપની રોડ, પોરબંદરનો રૂબરૂ સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ પોરબંદરની એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande