
ભાવનગર,22 ફેબ્રુઆરી (હિ.સ.) ભાવનગર ખાતે વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આયોજિત ભવ્ય સમૂહ લગ્ન કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. સમાજ એકતા અને સામાજિક સુમેળનું પ્રતિક બનેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો તથા મહિલાઓ હાજર રહ્યા હતા સમૂહ લગ્ન જેવી પરંપરા સમાજમાં સાદગી અને સહકારનો સંદેશ આપે છે.
આવા કાર્યક્રમો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આશીર્વાદ સમાન છે, કારણ કે તેમાં ઓછા ખર્ચે સંતાનોના લગ્ન શક્ય બને છે. તેમણે સમાજના આયોજકોને શુભેચ્છા પાઠવી સમાજ સુધાર માટે સતત કાર્ય કરવાની અપીલ કરી. સમાજના યુવાનોને શિક્ષણ અને સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કરતાં તેમણે નવદંપતિઓને સુખમય વૈવાહિક જીવન માટે શુભકામનાઓ પાઠવી.સમારંભ દરમિયાન પરંપરાગત વિધિ-વિધાનો સાથે અનેક યુગલોનું વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન સંસ્કાર પૂર્ણ કરાયા.
સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો. આયોજકોએ મહેમાનોનો આભાર વ્યક્ત કરી સમાજના સહકારથી આવા કાર્યક્રમો આગળ પણ યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.આ સમૂહ લગ્ન કાર્યક્રમ સમાજમાં એકતા, સહકાર અને સાદગીનો સકારાત્મક સંદેશ આપતો સફળ રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT