અમદાવાદ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન
- ભાજપા સરકારની સ્પષ્ટ નીતિ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતનો યુવાન ''જોબ સિકર'' નહીં પણ ''જોબ ગીવર'' બની રહ્યો છે :નીતિન નવીન - રાહુલ ગાંધીની કોંગ્રેસ હવે ''અર્બન નક્સલીઝમ''નો ગઢ, જે નકારાત્મકતા ફેલાવી દેશની છબી ખરડવ
અમદાવાદ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન


અમદાવાદ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન


અમદાવાદ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન


- ભાજપા સરકારની સ્પષ્ટ નીતિ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતનો યુવાન 'જોબ સિકર' નહીં પણ 'જોબ ગીવર' બની રહ્યો છે :નીતિન નવીન

- રાહુલ ગાંધીની કોંગ્રેસ હવે 'અર્બન નક્સલીઝમ'નો ગઢ, જે નકારાત્મકતા ફેલાવી દેશની છબી ખરડવાનું કામ કરે છે : નીતિન નવીન

અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે વિશાળ બુથ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહ, અમદાવાદ જિલ્લાના અધ્યક્ષ શૈલેષ દાવડા સહિત ભાજપા આગેવાનઓ, અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ કાર્યકર્તાઓના વિશાળ જનસમૂહને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પુરુષાર્થી કાર્યકર્તાઓના કારણે જ આજે ભાજપનું વટવૃક્ષ પ્રસ્થાપિત થયું છે. ભાજપની સુંદરતા એ છે કે કાર્યકર્તા ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચે, પણ તેનામાં 'કાર્યકર્તા ભાવ' હંમેશા જીવંત રહે છે.

તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સત્તા એ શાસનનું નહિ સેવાનું માધ્યમ છે. એક તરફ કોંગ્રેસમાં નીતિ અને નિયતનો અભાવ છે, બીજી તરફ ભાજપા પાસે સ્પષ્ટ અને નિર્ણાયક નેતૃત્વ છે. આજે ગુજરાતનો યુવાન 'જોબ સિકર' નહીં પણ 'જોબ ગીવર' બની રહ્યો છે.

કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું કે, રાહુલ ગાંધી માટે રાજનીતિ માત્ર એક 'ઇવેન્ટ' કે 'સ્ટંટ' છે. રાહુલ ગાંધીની કોંગ્રેસ હવે 'અર્બન નક્સલીઝમ'નો ગઢ બની છે અને તે નકારાત્મકતા ફેલાવી દેશની છબી ખરડવાનું કામ કરે છે. ઇતિહાસનો હવાલો આપતા તેમણે કહ્યું કે નહેરુ-ગાંધી પરિવારે હંમેશા આંબેડકરજીનું અપમાન કર્યું છે. કોંગ્રેસની સરકાર જનતાને 'લાયબિલિટી' સમજતી હતી, જ્યારે વડાપ્રધાન મોદી 140 કરોડ દેશવાસીઓને 'એસેટ્સ' માનીને દેશનો વિકાસ કરી રહ્યા છે.

તેમણે સ્પષ્ટ કર્યું કે, ભાજપ હંમેશા જનતાના હિતમાં કઠોર નિર્ણયો લે છે કારણ કે અમારું લક્ષ્ય તૃષ્ટીકરણ નહીં પણ વિકાસ અને સાંસ્કૃતિક વિરાસતનું પુનઃઉત્થાન છે.

નીતિન નવીનએ જણાવ્યું કે, કોંગ્રેસ હવે આઝાદી વખતની કોંગ્રેસ નથી રહી, પણ 'ઇટાલિયન કોંગ્રેસ' બની ગઈ છે, જે દેશના મૂલ્યો સાથે ગદ્દારી કરી રહી છે. જ્યારે કમળ ખીલે છે ત્યારે દેશ મજબૂત બને છે અને સાંપ્રદાયિક તાકાતો નબળી પડે છે. ભાજપનો કાર્યકર્તા માત્ર બૂથ કે વોર્ડ જીતવા માટે નહીં, પરંતુ સમગ્ર દેશને મજબૂત કરવા માટે ચૂંટણી લડે છે.આગામી સમયમાં જ્યારે ગુજરાતમાં મોટાપાયે રાજ્યવ્યાપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવવાની છે ત્યારે તેઓએ ભાજપાની તરફેણમાં મહત્તમ અને વ્યાપક મતદાન થાય તે માટે સુસજ્જ સંગઠન વ્યવસ્થા સાથેકટિબદ્ધ બનવા આહવાન કર્યું હતું.

જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપા એક એવી પાર્ટી છે જ્યાં “સંગઠન સર્વોપરી છે.” સંગઠન શક્તિના જીવંત ઉદાહરણ તરીકે તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂઆત કરી રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી, ધારાસભ્ય, રાજ્ય સરકારમાં મંત્રી અને આજે રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી પહોંચવાનો માર્ગ ભાજપમાં જ શક્ય છે. ભાજપામાં અંદર કાર્યકર્તાનું સ્થાન અને દરજ્જો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમણે હજારો કાર્યકર્તાઓના ત્યાગ, સમર્પણ અને ચેલેન્જ સ્વીકારવાની ભાવનાને બિરદાવી જણાવ્યુ કે ભૂકંપ, વાવાઝોડું કે કોરોના જેવી મહામારી હોય ત્યારે ભાજપનો કાર્યકર પોતાની ચિંતા કર્યા વગર રાત-દિવસ રાષ્ટ્રની વિચારધારાને સમર્પિત રહી પ્રજાની વચ્ચે કાર્ય કરે છે. છેવાડાના માનવીની ચિંતા કરવાની પંડિત દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયની વિચારધારાને અનુસરતા કાર્યકર્તાઓ પદ મળે કે ન મળે છતાં પોતાના કુટુંબ કરતાં રાષ્ટ્રસેવાને પ્રાથમિકતા આપે છે, તેમને જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. ભાજપ પાસે દેશપ્રેમ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા છે.

છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર રહી છે અને કોંગ્રેસને સત્તાથી દૂર રાખવામાં કાર્યકર્તાઓના ત્યાગ અને બલિદાનનો મોટો ફાળો રહ્યો છે.

વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ શાસનમાં ખેડૂતો પર લાઠીચાર્જ અને 19 ખેડૂતોને ગોળીબારથી શહીદ કર્યાની ઘટના ગુજરાત ક્યારેય નહીં ભૂલે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ એટલે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર; ખોટા વાયદા અને જુઠ્ઠાણાં; કોમનવેલ્થ, 2જી અને આદર્શ કૌભાંડ. સંસદમાં ઇવીએમ હેકિંગના આક્ષેપ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને નિશાન બનાવી તેમણે કહ્યું કે ઇવીએમ કોઇ સરકાર નહીં, પરંતુ પ્રજા “હેક” કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ઘર-ઘર શૌચાલય, કિસાન સન્માન નિધિ, 24 કલાક વીજળી, ગરીબોને બેંક એકાઉન્ટ સહિત અનેક યોજનાઓ અમલમાં મૂકવાથી જનતાના સ્નેહથી ઇવીએમ હેક થાય છે.

તેમણે જણાવ્યું કે ભાજપ પાસે આજે વિઝનરી નેતૃત્વ છે અને દેશની 140 કરોડ જનતાનો વિશ્વાસ છે. AI ના યુગમાં દિલ્હી ખાતે યોજાયેલી વિશ્વકક્ષાની એઆઇ

સમિટમાં 100થી વધુ દેશો, વૈશ્વિક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હોવાનું જણાવી તેમણે કહ્યું કે દેશનો યુવાનોને રોજગારીની નવી તકો ઉભી થઈ રહી છે અને ભારત એઆઇ ક્ષેત્રે પાછળ ન રહી જાય તે માટે પ્રયત્નશીલ છે. આવી સમિટ દરમિયાન કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના વિરોધને લઇ તેમણે કટાક્ષ કર્યો કે વિશ્વની નજર સામે કોંગ્રેસના ગુંડા તત્વો ટી-શર્ટ ફરકાવે તેને દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસ પોતાની કબર ખોદી રહી છે.

અંતમાં તેમણે ભાજપના કાર્યકર્તાઓ પર પૂર્ણ ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ શોધ્યે પણ જડવાની નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીને વિશ્વાસ અપાવતા તેમણે કાર્યકર્તાઓ વતી વચન આપ્યું કે ગમે તેવા પડકાર આવે, ભાજપનો કાર્યકર્તા બુથ લેવલ સુધી પ્રજા વચ્ચે પહોંચી વડાપ્રધાન અને મુખ્યમંત્રી દ્વારા કરાયેલા વિકાસકાર્યો અને યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડશે અને અકલ્પનીય પરિણામ આપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજના કાર્યક્રમને સંગઠન શક્તિ, સંકલ્પ અને સંસ્કારનો મહામેળો ગણાવતા કહ્યું હતું કે, ભાજપ પરિવારવાદથી નહીં પરંતુ વિચારધારાથી ચાલતો વિશ્વનો સૌથી મોટો પક્ષ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાર્યકર્તાઓમાં 'ખૂદ સે બડા દલ અને દલ સે બડા દેશ'ના સંસ્કાર સિંચ્યા છે, જેને ધ્યેય મંત્ર બનાવી ભાજપ આજે સત્તા માટે નહીં પણ રાષ્ટ્રની સેવા અને સમર્પણ કાજે આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં અઢી દાયકાથી જળવાયેલા અતૂટ જનવિશ્વાસનો શ્રેય દેવદુર્લભ કાર્યકર્તાઓને આપતા જણાવ્યું કે, ભાજપ એક 'કેડરબેઝ' પાર્ટી છે જ્યાં સંગઠન વિસ્તારની સાથે કાર્યકર્તાના ઘડતર પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભાજપ માત્ર ચૂંટણી ટાણે લોકો વચ્ચે જનારી પાર્ટી નથી, પરંતુ તેનો દરેક કાર્યકર્તા તન, મન અને જીવન સમર્પિત કરી જનસેવાથી રાષ્ટ્રસેવા માટે ખડેપગે રહે છે. સરકારનો 'સેચ્યુરેશન એપ્રોચ' અને દરેક યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં નાનામાં નાના કાર્યકર્તાનો ફાળો અમૂલ્ય છે.

બૂથ સ્તરની મજબૂતી પર ભાર મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, 'બૂથ મજબૂત તો દેશ મજબૂત'. બૂથ કાર્યકર્તા એ પાર્ટીનો જીવ અને આત્મા છે, જેમની મુખ્ય જવાબદારી માત્ર ચૂંટણી જીતવી જ નહીં પરંતુ જનસેવાથી જનવિશ્વાસ જીતવાની છે.

અંતમાં, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ સંગઠન વધુ સશક્ત બનશે અને 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્ર સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર થશે. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ પ્રેરક શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande