તળાજા-ગોપનાથ માર્ગ પર બે બાઈક વચ્ચે અથડામણ, બે ઇજાગ્રસ્તોને ભાવનગર ખસેડાયા.
ભાવનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક તળાજા-ગોપનાથ માર્ગ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગ
અકસ્માત સર્જાયો


ભાવનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક તળાજા-ગોપનાથ માર્ગ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં થોડીવાર માટે અરેરાટી ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.મળતી માહિતી મુજબ, પાવઠી ગામ નજીક સામસામે આવી રહેલી બે બાઈક વચ્ચે અથડામણ થતાં બંને વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં મેથળા ગામના લીલીબેન ધનજીભાઈ બારૈયા અને ધનજીભાઈ બારૈયા ઇજાગ્રસ્ત બન્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને તળાજા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.હોસ્પિટલમાં ડોક્ટરોએ પ્રાથમિક તપાસ કરી સારવાર શરૂ કરી હતી. જોકે ઇજાઓ વધુ જણાતા વધુ નિષ્ણાત સારવારની જરૂર જણાતા બંને ઇજાગ્રસ્તોને આગળની સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.અકસાન તળાજાથી ગોપનાથ જતા મુખ્ય માર્ગ પર સર્જાતા થોડોક સમય માટે વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.પ્રાથમિક અનુમાન મુજબ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT


 rajesh pande