ઊંઝાના દાસજમાં ગોગા મહારાજના મંદિરે સુદ પાંચમે ભક્તોની ભારે ભીડ, ‘જય ગોગા’ના નાદથી ગુંજ્યું ધામ
મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલ પ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિરે સુદ પાંચમના પવિત્ર દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા હતા, જેના કારણે મંદિર સંકુલ ખાતે દર્શન માટ
ઊંઝાના દાસજમાં ગોગા મહારાજના મંદિરે સુદ પાંચમે ભક્તોની ભારે ભીડ, ‘જય ગોગા’ના નાદથી ગુંજ્યું ધામ


મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ ગામે આવેલ પ્રસિદ્ધ ગોગા મહારાજના મંદિરે સુદ પાંચમના પવિત્ર દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા હતા, જેના કારણે મંદિર સંકુલ ખાતે દર્શન માટે લાંબી કતારો લાગી હતી અને સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો.

દર મહિને આવતી સુદ પાંચમના દિવસે ગોગા મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. આ પ્રસંગે પણ મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાંથી અને દૂર દૂરથી ભક્તો પગપાળા તેમજ વાહન દ્વારા મંદિરે પહોંચ્યા હતા. ‘જય ગોગા’ના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.

ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને પરિવારના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મંદિર સંચાલન દ્વારા ભક્તો માટે દર્શનની સુચારુ વ્યવસ્થા તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો.આ પવિત્ર પ્રસંગે દાસજ ગામમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande