પાટણમાં ગોપી ગરબા મંડળની, ભક્તિમય હાજરી
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં રવિવારના પવિત્ર દિવસે શ્રી કબીરજી-જીવણજી મહારાજના સાનિધ્યમાં વીજાપુર પંથકના ફુદેડા ગામના કબીરપંથી ઉદાભક્ત પરિવારનું ગોપી ગરબા મંડળ પધાર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી
પાટણમાં ગોપી ગરબા મંડળની ભક્તિમય હાજરી


પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણના શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં રવિવારના પવિત્ર દિવસે શ્રી કબીરજી-જીવણજી મહારાજના સાનિધ્યમાં વીજાપુર પંથકના ફુદેડા ગામના કબીરપંથી ઉદાભક્ત પરિવારનું ગોપી ગરબા મંડળ પધાર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, કનુભાઈ પટેલ સહિત સેવાભાવી કાર્યકરો હાજર રહ્યા હતા.

મંડળની બહેનોએ ભક્તિમય સંગીત સાથે ભજન-કીર્તન અને ગરબાની રમઝટ બોલાવી ભક્તિમય માહોલ સર્જ્યો હતો. વાડી ટ્રસ્ટ દ્વારા બહેનોને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

અંતમાં ગોપી મંડળ અને ઉદાભક્તોએ ટ્રસ્ટી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. સૌએ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રી જીવણજી-કબીરજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande