જિલ્લા કલેક્ટરે લાલાવદર ખાતે નિર્માણાધીન જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સમીક્ષા કરી, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના
અમરેલી,, 22 ફેબ્રુઆરી (હિ.સ.) આજરોજ અમરેલી જિલ્લાના જિલ્લા કલેક્ટરે તાલુકાના લાલાવદર ગામ ખાતે નિર્માણાધીન જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થળ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રોજેક્ટના વિવિધ બાંધકામ તબક્કા,
જિલ્લા કલેક્ટરે લાલાવદર ખાતે નિર્માણાધીન જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સમીક્ષા કરી, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના


અમરેલી,, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

આજરોજ અમરેલી જિલ્લાના જિલ્લા કલેક્ટરે તાલુકાના લાલાવદર ગામ ખાતે નિર્માણાધીન જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની સ્થળ મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે પ્રોજેક્ટના વિવિધ બાંધકામ તબક્કા, સુવિધાઓની પ્રગતિ અને કામની ગુણવત્તા અંગે વિગતવાર માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી.

કલેક્ટરે કામની ગતિ તેજ કરવા તેમજ નિર્ધારિત સમયમર્યાદામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું નિર્માણ પૂર્ણ થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપી. સાથે જ ગુણવત્તામાં કોઈ સમાધાન ન થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું અને જરૂરી સંકલન દ્વારા કામગીરી સુચારુ રીતે આગળ વધે તે માટે માર્ગદર્શન આપ્યું.

આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જિલ્લામાં રમતગમતના વિકાસ માટે મહત્વપૂર્ણ માળખાકીય સુવિધા તરીકે ઉભરશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જિલ્લાના યુવાનોને આધુનિક રમતગમત સુવિધાઓ, તાલીમ અને સ્પર્ધાત્મક માહોલ ઉપલબ્ધ થશે, જેના કારણે ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળશે. જિલ્લા પ્રશાસન દ્વારા રમતગમત ક્ષેત્રે સુવિધાઓ વધારવા અને યુવાનોને સકારાત્મક દિશામાં પ્રેરિત કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande