તા.2 માર્ચે હોળી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરાશે
ગીર સોમનાથ 22 ફેબ્રુઆરી (હિ.સ.) હોલિકા ઉત્સવમાં જ્યારે સમગ્ર દેશમાં લાકડા દ્વારા હોલિકા દહન કરી ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન ક
તા.2 માર્ચે હોળી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન કરાશે


ગીર સોમનાથ 22 ફેબ્રુઆરી (હિ.સ.) હોલિકા ઉત્સવમાં જ્યારે સમગ્ર દેશમાં લાકડા દ્વારા હોલિકા દહન કરી ઉત્સવ ઉજવવામાં આવે છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવશે. જેમાં વિશેષ રૂપે પર્યાવરણ ને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે.

સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી ના LiFE (લાઇફ સ્ટાઇલ ફોર ઇન્વાયરમેન્ટ) અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજવામાં આવનાર છે.

તા.02/03/2026ના રોજ સાંજે 8:00 કલાકે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત પૂજન કરીને હોલિકા પ્રાગટ્ય કરવામાં આવશે. આ તકે સોમનાથ ટ્રસ્ટ પરિવાર અને શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર દેશવિદેશના ભક્તો જોડાશે.

ભક્તો માટે ઓનલાઈન હોલિકા આહુતિ અને દર્શનની વિશેષ વ્યવસ્થા:

આ વૈદિક હોલિકા દહનમાં ભક્તો માટે ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ, ગીર ગાયનું ઘી, સમિધ કાષ્ઠ, સાત પ્રકારના અનાજ, કપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓ હોલિકામાં અર્પણ કરવાની વિશેષ વ્યવસ્થા કરાવવામાં આવી છે. જેમાં ભક્તો ઘરે બેઠા ટ્રસ્ટની વેબસાઇટ Somnath.org પર માત્ર 21₹ ન્યોછાવર કરીને હોલિકામાં પવિત્ર આહુતિ અર્પણ કરી શકશે. તેમજ હોલિકા દહનના દર્શન કરી શકશે.

ગોમય દહનનું શાસ્ત્રોક્ત મહત્વ:

શાસ્ત્રોકત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર આ તમામ સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાત, પિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે. આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ પ્રસંગે પ્રત્યક્ષ સોમનાથ આવનાર ભક્તો માટે પણ તેઓ આ ગોમય યુક્ત આહુતિ અર્પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તો હોલિકમાં પ્રજ્વલિત અગ્નિ દેવતાને વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી છાણાં અર્પણ કરી શકશે. આ કાર્યક્રમના માધ્યમથી વૈદિક હોલિકા પદ્ધતિને અને વૈદિક સંસ્કૃતિને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande