સુત્રાપાડામાં સતત બીજા વર્ષે કારડીયા રાજપૂત સમાજ, સુત્રાપાડા દ્વારા 'સમૂહ વાડ' (હોળી દર્શન) યોજાશે
ગીર સોમનાથ 22 ફેબ્રુઆરી (હિ.સ.) સુત્રાપાડા ખાતે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ અને કારડીયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટની એક અગત્યની બેઠક કારડીયા રાજપુત સમાજની વંડી ખાતે યોજાઈ હતી. જેમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિ
સુત્રાપાડામાં સતત બીજા વર્ષે કારડીયા રાજપૂત સમાજ, સુત્રાપાડા


ગીર સોમનાથ 22 ફેબ્રુઆરી (હિ.સ.)

સુત્રાપાડા ખાતે સમસ્ત કારડીયા રાજપૂત સમાજ અને કારડીયા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટની એક અગત્યની બેઠક કારડીયા રાજપુત સમાજની વંડી ખાતે યોજાઈ હતી. જેમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં સામાજિક એકતા અને કુરિવાજો નાબૂદી અંગે ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં આગામી હોળી ધૂળેટી ના તહેવાર નિમિતે કારડીયા રાજપૂત સમાજની ‘સમૂહ વાડ’ યોજવા માટે નિર્ણય લેવામાં આવેલ હતો.

ગત વર્ષ પણ સુત્રાપાડા માં કારડીયા રાજપૂત સમાજની સમૂહ વાડ ની સફળતા બાદ, આ વર્ષે પણ સમગ્ર સમાજ દ્વારા તા. 02-03-2026, સોમવારના રોજ એક જ સ્થળે 'સમૂહ વાડ'નું આયોજન કરવામાં આવશે. આ અવસરે સમાજના તમામ લોકો જ્યાં સંતાનનો જન્મ ગત વર્ષે થયેલ છે તેના માટે અલગ અલગ વાડ ના ખોટા ખર્ચા ના કરીને સમૂહમાં એક જ જગ્યા એ સમૂહ વાડ નો કાર્યક્રમ કારડીયા રાજપુત સમાજ સુત્રાપાડા દ્વારા આયોજિત કરવામાં આવેલ છે

જેમાં સમાજની દીકરીઓના ભવિષ્ય માટે સમાજ તરફથી સુકન્યા ખાતું ખોલી આપવામાં આવશે અને દરેક દીકરીના ખાતામાં સમાજ તરફથી ₹1,000 જમા કરાવવામાં આવશે. ઉપરાંત કુરિવાજો પર પ્રતિબંધના ભાગરૂપે કાર્યક્રમમાં ડી.જે. પ્રથા સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ હોળી પ્રસંગે ખજૂરની પ્રસાદીનો વ્યય ઘટાડવા અનુરોધ કરાયો છે.

સામાજિક એકતા અને કરકસરના ભાગ રૂપે ખોટા ખર્ચાઓ બચાવવા અને સમાજમાં સંગઠન મજબૂત કરવા માટે એક જ સ્થળે સમૂહ ભોજન અને હોળી દર્શનનું આયોજન નક્કી થયું છે.

શિક્ષણ અને સામાજિક સુધારા પર ભાર મુક્તા બેઠક દરમિયાન જશાભાઈ બારડે દીકરા-દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં જાગૃતિ લાવવા શિક્ષણ અનિવાર્ય છે. આ ઉપરાંત, મરણ પ્રસંગે થતા ખર્ચ ઘટાડવા અને શક્ય હોય ત્યાં સુધી એક જ દિવસે બેસણું રાખવા જેવી બાબતો પર ભાર મૂકી કુરિવાજોને તિલાંજલિ આપવા હાકલ કરી હતી.

સમગ્ર આયોજન ના સફળ આયોજન માટે તા. 01-03-2026 (રવિવાર) રાત્રે રસોડાના કાર્યમાં સમાજના આગેવાનો, વડીલો અને યુવાનોને મોટી સંખ્યામાં જોડાવા આહવાહન કરવામાં આવેલ છે ઉપરાંત તા. 02-03-2026 (સોમવાર): બપોરે સમગ્ર સમાજનું સમૂહ ભોજન અને ત્યારબાદ સમૂહ હોળી દર્શન

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande