મૃગીકુંડ વિવાદ: ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ રાજસ્થાનથી ઝડપાઈ, જૂનાગઢમાં 3 ગુના નોંધાયા
જૂનાગઢ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મૃગીકુંડમાં સ્નાનને લઈને થયેલા વિવાદમાં ફસાયેલ ગુજરાતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ અલગ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડ
कीर्ति पटेल राजस्थान से गिरफ्तार


જૂનાગઢ, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મૃગીકુંડમાં સ્નાનને લઈને થયેલા વિવાદમાં ફસાયેલ ગુજરાતની વિવાદિત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવી હોવાની ચર્ચા છે. કીર્તિ પટેલ સામે જૂનાગઢમાં ત્રણ અલગ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ખંડણી, ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણાના ગંભીર આરોપો સામેલ છે.

માહિતી મુજબ મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન અંગે કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે વિવાદ ઉભો થયો હતો. આ ઘટનાનો વિરોધ કરતાં જૂનાગઢના યુટ્યુબર અબજલ સીડાએ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું હતું.

આ લાઈવ બાદ કીર્તિ પટેલના ફોલોઅર્સ ઘટવા લાગ્યા હોવાનું કહેવાય છે, જેના કારણે ગુસ્સે ભરાયેલા કીર્તિ અને તેના સાથીદારો દ્વારા અબજલને નિશાન બનાવવામાં આવ્યો હતો. આરોપ મુજબ તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને ખોટા દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી.

અબજલ સીડાએ જણાવ્યું કે તેને જશપાલસિંહનો ફોન આવ્યો હતો, જેમાં તેને ઘરે જ રહેવા કહ્યું અને વીડિયો બનાવવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. અબજલ મુજબ, કોન્ફરન્સ કોલમાં જશપાલસિંહ, અનુ, વિક્રમ, કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી જોડાયેલા હતા. તેમણે વીડિયો ડિલિટ કરવા દબાણ કર્યું, પરંતુ અબજલે ઇનકાર કરતા 20 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી. અબજલે જણાવ્યું કે આ ધમકીઓથી ડરીને તેણે ફિનાઈલ પી લીધું હતું.

ધમકીઓથી કંટાળી અબજલ સીડાએ બે વખત ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ વખત તેણે પોતાના ઘરે અને બાદમાં જેતપુર-નવાગઢ નજીક ભાદર નદીના પુલ પાસે આ પગલું ભર્યું હતું. હાલમાં તે સારવાર હેઠળ છે અને તેની હાલત પર નજર રાખવામાં આવી રહી છે.

આ બનાવને ગંભીરતાથી લઈ જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ સહિત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા સામે ગુનો નોંધાયો છે.પોલીસે મોબાઈલ લોકેશન અને વોટ્સએપ કોલ રેકોર્ડિંગના આધારે તપાસ તેજ કરી છે. સાથે જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી એન્ટ્રી કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સોશિયલ મીડિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને ખંડણીના આરોપોને કારણે કીર્તિ પટેલ ગેંગ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર વિવાદોમાં આવતી કીર્તિ પટેલ સામે આ વખતે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande