ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો
- જ્યાં ભાજપાનો પાયો નંખાયો એવા હેરિટેજ વિસ્તાર ખાડિયા ખાતે ઉપસ્થિત રહી બુથના કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ યાદગાર અને અવિસ્મરણીય છે : નીતિન નવીન - પોળમાં ઉપસ્થિત રહેવાસીઓ તથા કાર્યકર્તાઓના પરિવારજનોને ઉત્સાહ અને ઉમંગભેર
ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો

ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો

ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો

ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો

ખાડિયા સ્થિત દેસાઈની પોળ ખાતે બુથ અધ્યક્ષ થી લઈ રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધાએ પ્રધાનમંત્રીના ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો

- જ્યાં ભાજપાનો પાયો નંખાયો એવા હેરિટેજ વિસ્તાર ખાડિયા ખાતે ઉપસ્થિત રહી બુથના કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ યાદગાર અને અવિસ્મરણીય છે :

નીતિન નવીન

- પોળમાં ઉપસ્થિત રહેવાસીઓ તથા કાર્યકર્તાઓના પરિવારજનોને ઉત્સાહ અને ઉમંગભેર મુલાકાત કરતા નીતિન નવીન

- સફાઈ કામદાર ભાઈને પોતાનો ખેસ પહેરાવીને તેઓના સેવાકાર્યની પ્રશંસા કરી સન્માન કરતા નીતિન નવીન

- દેસાઈની પોળના ઘરોના દ્વાર પર તથા ઓટલા ઉપર ઉભેલા નાગરિકોએ નીતિન નવીનને ગગનભેદી જયઘોષ સાથે વધાવ્યા

અમદાવાદ,22 ફેબ્રુઆરી (હિ.સ.) ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનએ આજે અમદાવાદના ખાડિયા સ્થિત હેરિટેજનું ઉત્તમ પ્રતીક સમી દેસાઈની પોળ ખાતે ભારતીય જનતા પાર્ટીના બુથના કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસંવાદ કાર્યક્રમ ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131મો એપિસોડ નિહાળ્યો હતો.

આ અવસરે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તથા કર્ણાવતી મહાનગર ભાજપા અધ્યક્ષ પ્રેરક શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે નીતિન નવીનજીએ બુથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિ પર કે જ્યાં ભાજપાનો પાયો નંખાયો એવા હેરિટેજ વિસ્તાર ખાડિયા ખાતે ઉપસ્થિત રહી બુથના કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ યાદગાર અને અવિસ્મરણીય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમનો સંવાદ હંમેશા પ્રેરણાદાયી હોય છે.

‘મન કી બાત‘ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ નીતિન નવીન પોળમાં ઉપસ્થિત રહેવાસીઓ તથા કાર્યકર્તાઓના પરિવારજનોને ખુબ ઉત્સાહ અને ઉમંગભેર મળ્યા હતા અને નાગરિકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. આ અવસરે રાષ્ટ્રીય અધ્યક્ષએ ઉપસ્થિત સફાઈ કામદાર ભાઈને પોતાનો ખેસ પહેરાવીને તેઓના સેવાકાર્યની પ્રશંસા કરી સન્માન કર્યું હતું. તેઓએ દેસાઈની પોળના ઘરોના દ્વાર પર તથા ઓટલા ઉપર તેમને આવકારવા ઉભેલા વૃદ્ધજનોને વંદન કરી આશીર્વચન મેળવ્યાં હતાં. પ્રસંગે ઉપસ્થિત જનમેદનીએ નીતિન નવીનના આ નમ્રતાપૂર્ણ અને સાલસ વ્યવહારને ગગનભેદી જયઘોષ સાથે ઉત્સાહભેર વધાવી લીધો હતો.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે; બુથ અધ્યક્ષ, વોર્ડ અધ્યક્ષ, શહેર અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ એક સાથે બેસીને આ પ્રકારે કાર્યક્રમ નિહાળે એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આજે બુથના કાર્યકર્તાઓ સાથેનો હેરિટેજ સિટી અમદાવાદની ઐતિહાસિક પોળ સંસ્કૃતિના સાનિધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ આનંદદાયી અને બુથના કાર્યકર્તા સાથે સંવાદ કરવાનો અવસર બની રહ્યો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ

 rajesh pande