

ભાવનગર, 22 ફેબ્રુઆરી (હિ.સ.) હાલના સમયમાં સમાજમાં આરોગ્ય સેવાઓનું મહત્વ ઘણું વધ્યું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને યોગ્ય અને સમયસર આરોગ્ય સારવાર મળવી એ હજુ પણ મોટો પડકાર બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અનેક વિસ્તારોમાં નિશુલ્ક આરોગ્ય સારવાર માટે ફરતા દવાખાનાઓ શરૂ કરવામાં આવ્યા છે, જે સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. વિવિધ સેવાકીય સંસ્થાઓ, ટ્રસ્ટો તથા ધાર્મિક મંદિરો દ્વારા શરૂ કરાયેલા આ ફરતા દવાખાનાઓનો મુખ્ય હેતુ એ છે કે લોકો સુધી સ્થળ પર જ આરોગ્ય સેવાઓ પહોંચે અને તેમને મોટા શહેરોમાં દોડધામ ન કરવી પડે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મહુવા પંથકના કુલ 89 ગામોમાં રહેતા લોકો સુધી સ્થળ પર જ આરોગ્ય સેવાઓ પહોંચે તે હેતુથી ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકોને સામાન્ય રોગોની તપાસ, સમયસર સારવાર તથા માર્ગદર્શન મેળવવા માટે શહેર કે તાલુકા મથકે જવું પડતું હોય છે. આ પરિસ્થિતિમાં સમય અને ખર્ચ બંને વધે છે. ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને ગરીબ પરિવારો માટે આ પ્રક્રિયા અત્યંત મુશ્કેલ બને છે. આવા સમયે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શરૂ કરાયેલું ફરતું દવાખાનું લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
આ અંગે રમણા કાર્તિકભાઈએ જણાવ્યું કે સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યો છે. બી એ પી એસ સંસ્થા દ્વારા છેલ્લા ચાર મહિનાથી મહુવાના ટોટલ 89 ગામોમાં આ ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને શરદી,ઉધરસ, તાવ,સાંધા ચામડીનો રોગ, ઝાડા ઉલટી, પાચનના રોગો વગેરેની પ્રાથમિક સારવાર લોકોને પોતાના ગામમાં જ મળી રહે તે માટે આ ફરતું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ લોકોને સ્થળ પર જ તપાસ અને સારવાર મળી રહે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા મહુવા દ્વારા આ ફરતું દવાખાનુ શરૂ કરવામાં આવ્યો છે.
મહંત સ્વામી ની પ્રેરણા અને આજનાથી આ દવાખાનાની ચાર મહિના પહેલા શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને મહુવા તાલુકાના બંદર, દરિયાકાંઠા વિસ્તાર જરૂરિયાતવાળા લોકો છે તેઓને સ્થળ પર જ વિનામૂલ્યે સારવાર મળી રહે તેવા ઉદ્દેશથી અને ગામડાઓમાં બધા જ લોકો જે લોકોને શહેર સુધી દવાખાના માટે જવું ન પડે તેવા લોકોને વિનામૂલ્ય સારવાર આ ફરતા દવાખાના મારફતે આપવામાં આવી રહી છે. મહુવા તાલુકા ના આસપાસના ગામડા તેમજ રાજુલા તાલુકો, સાવરકુંડલા પંથકના ગામડાઓ વગેરે વિસ્તારમાં પણ અમે સમયાંતરે અમારું આ ફરતું દવાખાનું લઈને જતા આવતા હોઈએ છીએ.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT