મહેસાણાથી ઊંઝા સુધી ભાગેડુ પ્રેમલગ્ન વિરોધમાં પાટીદાર સેના અને સર્વ સમાજની પદયાત્રા
મહેસાણા, Gujarat, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ભાગેડુ પ્રેમલગ્નોના વધતા બનાવોને લઈ પાટીદાર સેના અને સર્વ સમાજ દ્વારા વિરોધ નોંધાવવા મહેસાણાથી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વિવિધ સમા
મહેસાણાથી ઊંઝા સુધી ભાગેડુ પ્રેમલગ્ન વિરોધમાં પાટીદાર સેના અને સર્વ સમાજની પદયાત્રા


મહેસાણા, Gujarat, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં ભાગેડુ પ્રેમલગ્નોના વધતા બનાવોને લઈ પાટીદાર સેના અને સર્વ સમાજ દ્વારા વિરોધ નોંધાવવા મહેસાણાથી ઊંઝા સ્થિત ઉમિયા માતાજી મંદિર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પદયાત્રીઓ ઉમિયા માતાજીના દર્શન કરી હૂંડી અર્પણ કરીને સમાજમાં સુખ-શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરશે.

પદયાત્રાના આગેવાનો સતીશભાઈ અને સુરેશભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ભાગેડુ પ્રેમલગ્નોના કારણે પરિવારો અને સમાજમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પ્રેમલગ્ન સંબંધિત કાયદાને વધુ કડક બનાવવાની જરૂર છે. તેમણે માંગ કરી કે લગ્નની નોંધણી માતા-પિતાના આધારકાર્ડ મુજબના ગામમાં જ ફરજિયાત કરવી જોઈએ. ઉપરાંત, લગ્ન નોંધણી સમયે લોહીના સંબંધ ધરાવતા સાક્ષીઓની હાજરી અને સંમતિ પણ ફરજિયાત બનાવવી જોઈએ.

આ પદયાત્રા દ્વારા સમાજમાં જાગૃતિ લાવી સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગેવાનોે આશા વ્યક્ત કરી હતી કે સરકાર સમાજના હિતમાં યોગ્ય નિર્ણય લઈ જરૂરી પગલાં ભરે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande