મહેસાણા પોલીસનો અનોખો પ્રયાસ : પોતાના કર્મચારીઓની ખાનગી ગાડીઓનું ચેકિંગ, 30 વાહનો ઝડપાયા
મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ અનોખી પહેલ હાથ ધરી છે. “નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરેથી” ના સૂત્રને સાકાર કરતાં મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે, પોલીસ કર્મચારીઓની
મહેસાણા પોલીસનો અનોખો પ્રયાસ : પોતાના કર્મચારીઓની ખાનગી ગાડીઓનું ચેકિંગ, 30 વાહનો ઝડપાયા


મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે માટે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ અનોખી પહેલ હાથ ધરી છે. “નિયમ પાલનની શરૂઆત પોતાના ઘરેથી” ના સૂત્રને સાકાર કરતાં મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે, પોલીસ કર્મચારીઓની ખાનગી ગાડીઓનું સ્પેશિયલ ડ્રાઇવ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન દરમિયાન અંદાજે 30 જેટલી ગાડીઓ ચેક કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક વાહનોમાં કાળા કાચ પર પ્રતિબંધિત ફિલ્મ લગાવેલી મળી આવી હતી, જેને સ્થળ પર જ દૂર કરાવવામાં આવી હતી. ઉપરાંત, નંબર પ્લેટ વગરની અથવા નિયમો મુજબ ન હોય તેવી ફેન્સી નંબર પ્લેટ ધરાવતી ગાડીઓ સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પહેલાં પોલીસ પોતે આદર્શ બને તે જરૂરી છે. આ પગલાથી પોલીસ વિભાગમાં પણ ફરજ પ્રત્યે જવાબદારી અને શિસ્તનો સંદેશ પહોંચ્યો છે.

પોલીસની આ નિષ્પક્ષ કામગીરીને શહેરમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે. આ પહેલથી સામાન્ય નાગરિકોમાં પણ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ વધશે અને નિયમોનું પાલન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande