મહેસાણામાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે ‘રીયલ રેન્ચો’ જહાંગીર શેખનો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો
મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા ખાતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડે 2026 ની ઉજવણી અંતર્ગત ટાઉનહોલમાં ખાસ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 3 idiots ફિલ્મના ‘રીયલ રેન્ચો’ તરીકે ઓળખાતા ઇનોવેટર જહ
મહેસાણામાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે ‘રીયલ રેન્ચો’ જહાંગીર શેખનો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો


મહેસાણામાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે ‘રીયલ રેન્ચો’ જહાંગીર શેખનો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો


મહેસાણામાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે ‘રીયલ રેન્ચો’ જહાંગીર શેખનો પ્રેરણાદાયી સેમિનાર યોજાયો


મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા ખાતે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નેશનલ સાયન્સ ડે 2026 ની ઉજવણી અંતર્ગત ટાઉનહોલમાં ખાસ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 3 idiots ફિલ્મના ‘રીયલ રેન્ચો’ તરીકે ઓળખાતા ઇનોવેટર જહાંગીર શેખે હાજરી આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર પ્રેરિત અને નાલંદા કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, મહેસાણા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોડેલ રોકેટરીના માસ્ટર પ્રથમ આંબલા, નાલંદા કેળવણી મંડળના મંત્રી અશ્વિનભાઈ યાજ્ઞિક તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જહાંગીર શેખે પોતાના જીવનપ્રસંગો અને સંશોધન અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓએ માત્ર 1 મહિનો જ શાળામાં અભ્યાસ કર્યો હોવા છતાં પોતાના જુસ્સા અને મહેનતથી 11 પેટન્ટ પોતાના નામે નોંધાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી, સંશોધન અને પ્રયોગો તરફ આગળ વધવા પ્રેરિત કર્યા હતા.

મહેસાણા જિલ્લાના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર ડો. પરેશકુમાર જે. પટેલ અને તેમની ટીમને ઉપસ્થિત લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande