મહેસાણા : ખિસ્સામાં 4 હજાર રૂપિયા, હાથે તિરંગો અને દિલમાં દેશપ્રેમ, બે યુવાનો નીકળ્યા 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રાએ
મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.) મહેસાણા જિલ્લામાં અનોખું અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં બિહારના બે યુવાનો શેખ તજમ્મુલ અને શેખ મુંઝાહિર તિરંગો સાથે 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રા પર નીકળ્યા છે. તેમની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની પ્રખ્યાત દ
મહેસાણા : ખિસ્સામાં 4 હજાર રૂપિયા, હાથે તિરંગો અને દિલમાં દેશપ્રેમ, બે યુવાનો નીકળ્યા 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રાએ


મહેસાણા, 22 ફેબ્રુઆરી (હિ.સ.)

મહેસાણા જિલ્લામાં અનોખું અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં બિહારના બે યુવાનો શેખ તજમ્મુલ અને શેખ મુંઝાહિર તિરંગો સાથે 20 રાજ્યોની સ્કેટિંગ યાત્રા પર નીકળ્યા છે. તેમની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની પ્રખ્યાત દરગાહોની ઝિયારત કરવાની સાથે કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ ફેલાવવાનો છે.

માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કરનાર આ યુવાનો ખિસ્સામાં માત્ર 3 હજારથી 4 હજાર રૂપિયા લઈને આ સાહસિક યાત્રા પર નીકળ્યા છે. તેઓ દરરોજ સ્કેટિંગ દ્વારા 50 થી 90 કિમી સુધીનું અંતર કાપે છે. તેમની પીઠ પર 8 થી 15 કિલો વજનની બેગમાં જરૂરી કપડાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે રાખે છે.

આ યાત્રા પૂર્ણ કરવામાં તેમને આશરે 8 થી 9 મહિનાનો સમય લાગશે. રાત્રિ દરમિયાન તેઓ પેટ્રોલ પંપ, દરગાહ અથવા અન્ય સુરક્ષિત સ્થળોએ રોકાણ કરે છે. હાઇવે પર તિરંગો સાથે સ્કેટિંગ કરતા આ યુવાનો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.તેમની આ યાત્રા દેશપ્રેમ, હિંમત અને સંકલ્પનું પ્રતિક બની આજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande