ડેર ગામે સગીરાનું અપહરણ, પોલીસ તપાસ તેજ
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ડેર ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારની 14 વર્ષ 11 માસની સગીર દીકરીનું અપહરણ થયાનું સામે આવ્યું છે. ઘટના સમયે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો, ત્યારે અજા
ડેર ગામે સગીરાનું અપહરણ, પોલીસ તપાસ તેજ


પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા ડેર ગામની સીમમાં ખેતરમાં કામ કરી રહેલા શ્રમિક પરિવારની 14 વર્ષ 11 માસની સગીર દીકરીનું અપહરણ થયાનું સામે આવ્યું છે. ઘટના સમયે પરિવાર ખેતરમાં મજૂરી કામ કરી રહ્યો હતો, ત્યારે અજાણ્યા શખ્સે દીકરીને લગ્નની લાલચ આપી કે ફોસલાવી વાલીપણામાંથી ભગાડી ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

દીકરી ઘરે પરત ન ફરતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા અંતે બાલીસણા પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 મુજબ એફઆઈઆર નોંધાવી કાર્યવાહી શરૂ કરી છે.

આ મામલે બી.એન.એસ.ની કલમ 137(2) હેઠળ ગુનો દાખલ કરી સગીરાની શોધખોળ અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કેસની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ભારતીબેન ફૂલજીભાઈ ચૌધરી દ્વારા હાથ ધરાઈ રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande