
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)જેસગપુરા ગામે મોરપીયા વીર દાદાનો પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો.
મહોત્સવ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનવિધિ યોજાઈ હતી. આ વિધિ શાસ્ત્રી નર્મદા શંકર દ્વારા સંપન્ન કરવામાં આવી હતી અને મુખ્ય યજમાન તરીકે બી.ડી. જોષીએ યજમાનપદ સંભાળ્યું હતું.
આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, સંત ઘનશ્યામ બાપુ શ્યામ સ્વરૂપ સહિત સંતો-મહંતો અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ