
પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.26/02/2026થી તા.18/03/2026દરમ્યાન સવારે 10.00થી 13.15 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) ની પરીક્ષા તથા તા.26/02/2026 થી તા.18/03/2026 દરમ્યાન સવારે 10.30થી 13.45 અને બપોરે 03.00 થી06.15 સુધી ધોરણ-12(એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ તથા તા.26/02/2026 થી તા.16/03/2026 દરમ્યાન બપોરના 03.00 થી 06.30 સુધી ધોરણ-12 (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ યોજાનાર છે.
આ પરીક્ષાઓ દરમ્યાન પરીક્ષાર્થીઓને માનસિક પરીતાપ ન થાય, પરીક્ષાઓ ચોરીઓના દુષણ વગર શાંત અને એખલાસ ભર્યા વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તે હેતુથી પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37(1)(એફ) અન્વયે પોરબંદર જિલ્લા ખાતેના નિયત પરીક્ષા કેન્દ્રો ઉપર દર્શાવેલ નિયત તારીખો અને સમય દરમ્યાન પરીક્ષા કેન્દ્રોની આસપાસના 200 મીટરના વિસ્તારની ઝેરોક્ષ મશીન દ્રારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/ મશીનધારકોએ તેમના ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા નહી તેમજ પરીક્ષા કેન્દ્રોના પરિસરમાં કે પરીક્ષા ખંડોમાં ગેરરીતી /ચોરીઓના દુષણો ન થાય તે હેતુથી મોબાઇલ, કેલ્કયુલેટર, ડીઝીટલ વોચ, કોઇપણ પ્રકારના ઇલેકટ્રીકલ, મીકેનીકલ, ઇલેકટ્રોનિક ઉપકરણો તેમજ ગેરરીતી આચરવા કોમ્યુનીકેશન થઇ શકે એવા કોઇ પણ પ્રકારના સાધનો / ઉપકરણો લઇ જવા ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે.
આ હુકમનું ઉલ્લંધન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-135 અન્વયે સજા થઇ શકશે. આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજજાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ હુકમમાં જેને મુકિત આપવામાં આવી હોય તેવા ફરજ પરના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહી. તેમજ પરીક્ષા જે દિવસે ન હોય તે સયગાળા દરમ્યાન લાગુ પડશે નહી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya