
પાટણ, 22 ફેબ્રુઆરી (હિ.સ.)હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ટી. પી. આનંદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. યોગ વ્યાયામ રમતગમત ધારાના કન્વીનર ડૉ. બાદલ ચૌહાણ દ્વારા કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું.
રમતોત્સવ દરમિયાન દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, વોલીબોલ અને કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રમતિયાળ ભાવનાથી ભાગ લીધો હતો. તમામ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી અને વિજેતા વિદ્યાર્થીઓને વાર્ષિકોત્સવમાં પ્રમાણપત્ર તથા ટ્રોફી એનાયત કરવામાં આવશે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતિયાળ ભાવના, શિસ્ત અને ટીમ વર્કનો વિકાસ કરવાનો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક વિકાસ માટે પ્રેરણા મળી હતી, તેમજ કૉલેજના અધ્યાપકોએ નિર્ણાયક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ