
પોરબંદર, 22 ફેબ્રુઆરી (હિ.સ.)પોરબંદર જિલ્લાના વાહનચાલકો તેમજ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા ઈચ્છુક અરજદારો માટે મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, પોરબંદર ખાતે આવેલ ડ્રાઈવિંગ લાઈસન્સ માટેનો ટેસ્ટ ટ્રેક આગામી તા.27 ફેબ્રુઆરી, 2026 સુધી બંધ રહેશે.
ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં હાલ મેન્ટેનન્સ (નિભાવણી) કાર્ય ચાલુ હોવાથી અગાઉ આ ટ્રેક તા.01-01-2026થી તા.23-02-2026સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ચાલુ કામગીરીને ધ્યાનમાં લઈ આ અવધિ હવે લંબાવીને તા.27-02-2026 સુધી કરવામાં આવી છે. અને આ સમયગાળા દરમિયાન ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોઈપણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya